________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૫ કઈ સાગરના પારનું માપ કાઢે પણ આશા-ઇચ્છારૂપી મહાસાગરને માપવા દે પણ સમર્થ બનતા નથી; તે મનુષ્યનું શું ગજુ! આશાને માપ સંતેષમાં જ રહેલે છે, આ સિવાય અત્યંત પ્રયાસ કરશે તે પણ તે તે આશાઓ કબજે આવશે નહી. દુન્યવી લ્હાય-અગ્નિને શાંત કરવા પાણીની જરૂર પડે છે પણ તે પાણી આન્તરિક હાયને શાંત કરવા સમર્થ છેજ નહી-આમ સમજી આજીવિકા પુરતું ધનાદિકને પ્રાપ્ત કરીને પરિગ્રહ પરિમાણ લેવામાં તૈયાર થવું એજ હિતકર અને શ્રેયસ્કર છે. કામદેવ અને આનંદ શ્રાવક ઘણું ધનાલ્યા હતા અને તેઓને પરિગ્રહ પરિમાણ હતું નહી, જ્યારે પરમપૂજ્ય-અનંતજ્ઞાની શ્રી મહાવીર સ્વામીની દેશના સાંભળી ત્યારે તરત પાંચમું વ્રત લઈ શ્રાવકની અગીઆર પડિયાએ વહન કરીને તથા અંતે સમગ્ર પરિગ્રહની મમતાને ત્યાગ કરવા પૂર્વક સમાધિ મરણે સ્વર્ગે ગયા, અને મોક્ષમાં પણ જશે, માટે પરિગ્રહ પરિમાણુનું વ્રત લઈ અને અંતે સઘળી સંપત્તિની મમતાને ઉતારી સ્વર્ગના તથા અપવર્ગના સુખના સ્વામી બને, શા માટે પરની ચિન્તામાં બળ્યા કરે છે અને અધોગતિના મેમાન બનો છો?
૬૩ર. આર્યજનની સંસ્કૃતિ આ પ્રમાણે છે. ઉપકાર કરતા રહેવું, કરેલા ઉપકારનો બદલો લેવાની ઈચ્છા રાખવી નહી અને કઇ ઉપકારીના ઉપકારને કદાપિ વીસર નહી, અપકારી ઉપર પણ ઉપકાર કરવાની ભાવના રાખવી; આ પ્રમાણે વર્તન રાખવાથી વ્યાવહારિક કાને કરતાં ઈરછા હોય નહી તેપણું મહત્તા મળે છે; આબરૂ
For Private And Personal Use Only