________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રરર
અગર જ્ઞાનીઓ તે જાણું રહેલા હોય છે; માટે સદ્વિચારે કરીને સારી છાપ પાડે. બહારની છાપ કાંઈ પણું કામમાં આવશે નહી. - ૩૮૧. ખરું જોતાં તો આપણે આપણી કઈ પણ વસ્તુ કે વિચાર જ્ઞાનીઓની આગળ ગુપ્ત રાખી શકતા નથી. આપણા છૂપામાં છૂપા વિચારે પણ સમ્યગુજ્ઞાનીઓ જાણી શકે છે. તમે ધારતા હશે કે, મારા છૂપા કાર્યો કઈ જાણતું નથી તે અસત્ય છે. તમારે આત્મા પણ જાણે રહેલ છે ને!
૩૮૨, તમારામાં સદ્વિચારો તથા આચારે હશે તે અકથ્ય આનંદ થશે તેને માટે પ્રયાસ કરવો પડશે નહીં. કલ્પિત કે બનાવટી આનંદ, પરિતાપથી નિશ્ચિત હોય છે તે આનંદ, આનંદ કહેવાય નહી; પણ સંતાપ અને પરિતાપ કહેવાય.
અન્ય પ્રાણીઓ પ્રતિ કે પ્રતિકૂલ વર્ગ પ્રતિ જે આપણે વિચાર કરીએ તે વિચારે પાછા વળી આપણને જ ઘેરી લે છે, બડાઈની માફક આપણે પીછે મૂકતા નથી; સારા વિચારે હશે તે લાભકર્તા બનશે. કે જે આપણે બીજા માણસ પર ઈષ્ય–અદેખાઈ વૈરના તેમજ વૈર લેવાના વિચારે ધરાવીએ તે તેજ વિચારે પાછા વળીને આપણને ઘાયલ કરે છે અને આત્મિક લાભ લેવામાં વારે વાર વિદને ઉપસ્થિત કરવામાં બાકી રાખતા નથી, માટે પ્રતિકૂળ વર્ગના ઉપર પણ વેર વિરોધાદિકના વિચાર ન કરે.
આપણે જે સમતાના, શાંતિના તેમજ એકતાના વિચારે
For Private And Personal Use Only