________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
જ્યારે આપણે મેહ મમતાને ત્યાગ કરીને આત્માના “ગુણેમાં શ્રદ્ધા તથા પ્રેમ ધારણ કરીશું ત્યારે મન-વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિ ઉપર કાબુ મેળવવાને માટે ભાગ્યશાલી બનીશું, અને આત્મશક્તિ કેટલી છે તેને અનુભવ થશે. મહ મમતા અહંકારાદિકના જોરથી આત્મશક્તિને અનુભવ આવતે નથી અને માનસિક ચંચલતા ઓછી થતી નથી બલકે અધિક વેગમાં આવે છે. માટે વ્યાવહારિક કાર્યોમાં અહંકાર-મમતા માયાને હઠાવવા વિચાર અને વિવેકથી પ્રયાસ કરવું આવશ્યક છે.
૫૭૮. ચાર સંજ્ઞાઓ. આહાર-ભય-મથુન અને પરિગ્રહ સંજ્ઞાઓમાં સુખની માન્યતા હોવાથી કષાયવિષયેના વિકારોને અત્યાર સુધી આપણે પિષણ આપી રહેલા છીએ, આવા પિષણથી જ આત્મિક શક્તિમાં ઘટાડે થએલ છે અને સત્ય આત્મિક તત્વને ઓળખવામાં વિઘો આવેલ છે; વારેવારે વિઘો આવતાં અનંતભવમાં પરિભ્રમણે કર્યા છતાં સત્ય સુખ શાંતિને લેશ પણ પ્રાપ્ત થયે નથી, અને હજી પણ પિષણ આપતાં રહીશું તે સત્ય સુખ મળશે કયાંથી? જયાંસુધી સુવર્ણ માટીમાં મળેલ હોય છે ત્યાં સુધી સુવર્ણ પરખાતું નથી અને હસ્તગત થતું નથી; તેની માફક કર્મમલથી આત્માનું સ્વરૂપ લિપ્ત થએલ છે ત્યાં સુધી તેનું સ્વરૂપ-સત્તા અને શક્તિઓને અનુભવ આવશે નહી તેમજ હસ્તગત થશે નહીં, માટે બરોબર સમજીને અત્યાર સુધીની માન્યતાને દૂર કરીને કર્મમલને દૂર કરવા અત્યંત પ્રયાસ કરે. ભય-શંકા-નિરાશાને સ્થાન આપશે નહી, સાહસ કરવું હોય તે કર્મમલને ત્યાગ કરવામાં કરે; જેટલે અંશે
For Private And Personal Use Only