________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૧ અને તેની ચિન્તાઓ રહેશે નહીં. વિષયે જે તેવી છે તેને દૂર કરવા આત્માની શક્તિને ફેરવવી તે પ્રથમ સત્ય સુખનું સાધન છે, તેનાથી જે વિષયમાં આસક્તિ રહે છે તે ખસી જશે, અને આસક્તિ દૂર ખસ્યા પછી વિચારો અને આચારમાં શુદ્ધિને આવવાને અવકાશ મળશે. અત્યાર સુધી આસક્તિ ખસી નથી, તેથી જ સાચા સુખની અભિલાષા પૂર્ણ થઈ નથી અને પુનઃ પુનઃ તેની ઈચ્છાઓ થયા કરે છે. એ સુખની ઇચ્છા પૂર્ણ કરવા માટે પાંચ ઈન્દ્રિયેના તેવીસ વિષયમાં સુખને શોધવા માટે મહા મહેનત કરી, ધન-તન-સ્ત્રી વિગેરેને પ્રાપ્ત કરી તેની સંભાળ રાખવામાં અને પિષણ કરવામાં જીવન પર્યત ભાંજગડ-કંકાસ-કલેશ-લડાઈ-છળ-પ્રપંચે કર્યા પણ તે બધાં વિપરીત થયાં. સુખની અભિલાષા પૂર્ણ થઈ નહી અને વિવિધ વેદના-વ્યાધિઓ હાજર થઈ તેને તમેને અનુભવ સારી રીતે થએલ છે, માટે વિષયેની આસક્તિનો ત્યાગ કરે. અને સમ્યજ્ઞાન પૂર્વક સદાચાર-ચારિત્રની આરાધના કરે, તેનાથી જ વિકારે દૂર ખસશે અને સત્ય સુખશાંતિના ઉપાોને શોધવાની વૃત્તિ જાગ્રત્ થશે. આમ ક્યાં સુધી આથડશે-પરિભ્રમણ કરશે? પરિભ્રમણ કરતાં અનંતકાલ વ્યતીત થયે પણ સુખની ઈચ્છા પૂર્ણ થઈ નહી. અધુરી ઈચ્છાએ જીવન પૂર્ણ થયું. આ મનુષ્યજન્મમાં સુખની અભિલાષાને પૂર્ણ કરવા માટે સારા સાધને મળી શકે એમ છે. વિષયસુખ જે ક્ષણ સ્થાયી છે તેને રાગ હઠાવી તે સુખના સાધનના મેહને ત્યાગ કરી સદાચાર–ચારિત્રનું પાલન કરશે તે, જે સુખ તમારી સમીપમાં જ છે, તેને ઉઘાડ થશે. માટે બ્રમણને
For Private And Personal Use Only