________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ હશે, પરંતુ જ્યારે અપધ્યાનમાં હશો ત્યારે સુખ શાંતિ-આનંદ અને ઉલ્લાસ માટે ગમે તેવા પ્રયત્ન કરતા હશે તે પણ આનંદ વિગેરે હશે નહી.
વિષય કષાયના વિકારોમાં વશ બનવાથી આત્મશક્તિ દબાતી રહે છે. સદ્વિચાર, વિવેક, સદ્દભાવના વિગેરે પણ તેવા સમયમાં ક્યાંથી આવે? દબાણ ઓછું થાય ત્યારે જ આનંદ અને ઉલ્લાસ આવે છે. અને સુખ પૂર્વક સન્માર્ગે મુસાફરી કરી શકાય છે. ખેદ અને દુઃખની વાત, એ છે કે સુખને માર્ગ જાણે છે, છતાં ઉન્માર્ગને ત્યાગ થઈ શક્તા નથી. વિડંબના જ્યારે આવીને ઉપસ્થિત થાય છે ત્યારે કપાલે હાથ મૂકીને રડ્યા કરે છે; આ દીવો લઇને કુવામાં પડવા જેવું કહી શકાય. માટે જ્ઞાનપૂર્વક શક્તિને ફેરવે ઉન્માર્ગથી પાછા હઠ-વિષય કષાયના વિકારોને હઠાવે; જીવન એવું છે કે આ લેકમાં અને પરલોકમાં સુખ શાંતિ રહે, આધિ-વ્યાધિ અને ઉપાધિઓ નાશ પામે અને સ્વજીવનની સાર્થકતા સધાય !
૦૬. અન્ય જનના અનિષ્ટ વચનેને સાંભળી, સમકિતી અને વ્રતધારી સજજોએ મન ધારણ કરવું તે અતિહિતકર છે; કારણ કે અનિષ્ટ વચને બેલવાથી સામા માણસો શાંત થતા નથી, ઉલટા અધિક આવેશમાં અધિક વચનેના પ્રહાર કરે છે, અને મારામારી ઉપર પણ આવે છે, ના બોલવામાં નવ ગુણે છે- આ કહેવત પ્રમાણે મૌન રહેવામાં અતિ શ્રેયા સમાએલ છે. સામા અનિષ્ટ વચને લવામાં વૈર ધે અને મનમાં શાંતિ રહે નહી; સામાને
For Private And Personal Use Only