________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૬, કૃપણ, પિતાની પાસે સારામાં સારી સંપત્તિ હેતે પણ નિધન થવાની ભીતિથી કેહને પણ ધન આપતા નથી તેમજ કષ્ટ સહન કરીને અધિક ધન મેળવવા પ્રયાસ કર્યા કરે છે, ધનાદિક શા માટે મેળવવું, તેમાં તેની મૂઢતા રહેલી હોય છે. ત્યારે દાનવીર સજજન તે આમ માને છે કે, સંપત્તિ હોવા છતાં જે પાપકારાદિક અર્થે ધન વ્યય નહી કરૂ તે નિર્ધનતા આવશે. માટે પોપકારાદિ અર્થે ધન-સંપત્તિ આપવી તેમાં લાભ સમજી યથાશક્તિ શુભક્ષેત્રમાં ધન વાવે છે. પુણ્યોદયે ધનાદિક આવી મળે તે પુણ્ય ક્ષેત્રમાં ધનને વાવવું તે આવશ્યક છે.
સાધન સંપન્ન માણસે, તેઓને સમ્યગજ્ઞાન હેવાથી તેઓ સદ્વિચાર અને વિવેક દ્વારા જડ અને ચેતનની વહેંચણ કરતા હોય છે તેથી પિતાની શક્તિઓને સદ્વ્યય કરે છે, છતાં શક્તિઓમાં વધારે થતું રહે છે, ત્યારે ઈતર જ વિષય કષાયમાં શક્તિઓને વ્યય કરતા હોવાથી ઘટાડો થતો જાય છે, અને છેવટે શકિતઓને નાશ થતાં પાગલ જેવા બને છે. એટલે પાપમાં વધારે થતાં એવાં કાર્યો કરે છે કે તેઓ અનિચ્છાએ પણ દુર્ગતિમાં પટકાઈ પડે છે. માટે મળેલી શકિતએને વ્યય, મોજમજા-વિષય કષાયના વિકારોને પિષવામાં કાપિ કરે નહી. શકિતઓમાં વધારે થાય તે પ્રમાણે વર્તન રાખે.
૭૭. દાન આપીને દીલગીર થતા નહી, આનંદને ધારણ કરવા પૂર્વક માનજે કે સારું થયું કે પુણ્યક્ષેત્રમાં પૈસે ખર્ચો. કેટલાક તે દાન આપીને દિલગીર થાય
૩૫
For Private And Personal Use Only