________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
દાહને બુઝાવીને પરમ શીતલતા આપે છે. ચંદન-ચંદ્રમા શરીરને શાંત કરે પણ આન્તરના દાહને શાંત કરવા શક્તિમાન નથી.
૧૮૪. નિર્મલ આધારને પામી તુચ્છ હલકી વસ્તુ કિમતી બને છે. સ્વાતિ નક્ષત્રનું જલબિન્દુ, નિર્મલ શક્તિને પામી મોતીનું રૂપ ધારણ કરે છે-હલકાની સાથે સંગતિ રાખનારની મતિ-બુદ્ધિ હીણપણને પામે છે અને ગુણેથી વિશિષ્ટ થએલાની સાથે સંગતિ રાખવાથી, મતિ અને બુદ્ધિ નિર્મલ થાય છે, સમતાને ધારણ કરનાર મુનિજની સંગતિ, સમતા રંગમાં ઝીલાવે છે અને મતિ-બુદ્ધિ તથા વિજ્ઞાન આત્મસ્વરૂપમાં લય પામે છે અને તેના વેગે આધિ-વ્યાધિઉપાધિના સંકટ દૂર ચાલ્યા જાય છે. - ૧૮૫. ઉત્તમ કંચનની વીંટીમાં રહેલો કાચ, મરત મણિની કાંતિને ધારણ કરે છે, તેમ સંત સમાગમથી મૂર્ખ પણ પ્રવીણતાને ધારે છે.
સૂર્યના પ્રકાશની પ્રભા પણ કાચના ભાજનને અને પીતલના ભાજનને ચળકાટવાળા કરે છે, તે પ્રમાણે ઉત્તમ માનવીની પ્રતિભા પામીને કાચ–અને પીતલ જેવા પણ ચળકાટવાળા થાય છે માટે અરે મહાશય, સોબત કરવી હોય તે વ્રતધારી સમતા
ગી સાધુની કરજે. જેથી તું આમોન્નતિમાં આગળ વધીશ. અને ભૂલે ચૂકે પણ જે હલકાની સબત થઈ તે જાણજે કે મહા વિપત્તિના વાદળમાં ઘેરા જ-માટે તપાસીને સંગ કરજે.
દુન્યવી સંગ તે સર્વથા ત્યાગ કરવા લાયક છે પરંતુ જે ભાગ અશક્ય જણાતે હોય તે, સંતને સંગ કર.
For Private And Personal Use Only