________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વ્યસનમાં પાગલ બની તેમ જ અનર્થને વધારી બરબાદ થાય છે, પછી તેઓનું પાપ વધવાથી કેઈ પણ સહારો આપતું નથી. અને દુર્ગતિના પાત્ર બની વિવિધ અસહ્ય યાતનાઓને સહન કરતાં સ્વજીવન પૂર્ણ કરી પાપના સંસ્કારોને સાથે લઈ પાછા દુર્ગતિના ભાજન બને છે, માટે દુર્ગતિના ભાજન બનવું ન હોય અને યાતનાઓ ભેગવવી ન હોય તે પ્રથમ સાત વ્યસનને નિવારી પ્રભુ પથે વળે અને સુખના સ્વામી બને; સુખશાંતિની તથા વૈર્ય—મતિ વિગેરેની ઈરછા તે છે ને?
૬૪૧. બળવાન મલ્લને જીતવા માટે માણસે, વિવિધ વ્યાયામ કરે છે તેમ જ પ્રયત્ન કર્યા કરે છે. પણ મેહમલને જીતવા માટે કોઈ પણ પ્રયત્ન કરતા નથી અને પાછા પિતાને બહાદુર માની મનમાં મલકાય છે, પણ આ મેહમલે કેવી ખાનાખરાબી કરી છે તેની તેઓને માલુમ પડતી નથી અને મહમહલને પિષણ આપી રહેલા છે કે જે દષ્ટિ ગોચર થતે બળવાન મલ છે. તેને સતાવ્યા સિવાય કે અપમાન કર્યા વિના તમને મારતે નથી–સતાવતે નથી તથા તુકશાન કરતા નથી પરંતુ આ મેહમલ તે એ છે કે નજરે દેખાતું નથી, શેધવા જતાં હાથમાં આવતું નથી છતાં વારે વારે લાગ મળતાં, ધાર્મિક ક્રિયાઓને કરતાં પણ આવી હાજર થાય છે; સતાવી-સંતાપ કરાવીને વિવિધ પીડાઓને ઉત્પન્ન કરવાપૂર્વક ઘણું નુકશાન કરી નાંખે છે. અને વખત મળતાં સર્વસ્વ લુંટી લઈ બરબાદ કરી મૂકે છે, તેને હરાવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ-પ્રયાસ કરાય છે કે નહી? જ્યાં સુધી આવા મલ્લને જીતવા માટે બરોબર સ્વબળ ફેરવાશે નહી ત્યાં
For Private And Personal Use Only