________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૬ અને વિભાગોમાં પિતાને વેગ આપી રહેલ છે, એટલે તમારા વિચારો પ્રમાણે સઘળી શરીરની રચના થાય છે માટે સાવચેત રહેજે; વિચારે વિગેરેમાં ખરાબે ન પેસે!
૩૭૦. ભય-ઉદ્વેગ, દરેક વિચાર-દરેક લાગણી કે ઈર્ષતિરરકાર વિગેરે તમારા દરેક અવયવમાં દરેક આશુઓમાંઅંગમાં અથવા કોઈપણ વેર વિગેરેના વિચારમાં અરે તમારા શરીરમાં પોતાના સ્વભાવ મુજબ અસર કરે છે, તેથી જ શરીરની શક્તિને ઘણું હાનિ પહોંચાડે છે.
સમજદાર તે સમજે છે કે દરેક ખરાબ મને વૃત્તિ, કષાયથી ભરેલી લાગણી તથા સ્વાર્થના દરેક વિચારે, અને વિષયના વિચારે આપણા શરીરના પ્રદેશોને–અંગોને વિષમય બનાવે છે, તેમજ આત્મિક વિકાસ પર આવરણ લાવીને થએલા વિકાસને દબાતે જ રાખે છે.
જ્યારે આપણને આપણા આત્માની અનંત શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા થાય છે ત્યારે આવશ્યક વસ્તુઓ માટે બહાર ભટકવાની ઈચ્છા રહેતી નથી, તે જોઈતા પ્રમાણમાં મળી રહે છે. જ્યારે આપણું આત્માની અનંત સમૃદ્ધિનું બરાબર ભાન થશે, ત્યારે અસંતોષ-તથા તંગી રહેશે નહી.
૩૭૧. દુન્યવી પદાર્થોને મીટ માંડીને જેવાથી રાગ ઉપજે છે. અને તે રાગમાંથી રોગ ઉત્પન્ન થઈ માનસિક વૃત્તિમાં બગાડ થાય છે. અને માનસિક વૃત્તિમાં બગાડો થતાં શારીરિક આરોગ્ય રીતસર રહી શકતું નથી.
દુન્યવી પદાર્થોના બદલે આત્માના ગુણામાં કે સિદ્ધચક્રજીમાં
For Private And Personal Use Only