________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૬૮ અહંકારને ત્યાગ કરવામાં છે અને આત્મવિકાસમાં છે. તેના બદલે અર્થ અને કામની અભિલાષા હેવાથી અર્થ અને કમને મેળવે છે. અર્થકામના વિકારેના વિપાકેની તેઓને ખબર નહી હોવાથી તે પ્રાપ્ત થાય ત્યારે આરંભમાં હર્ષઘેલા બને છે. અને ખસી જાય ત્યારે શોકાતુર બની પાગલ જેવા બની બેસે છે, એટલે જે ભક્તિ-પરોપકાર વિ. નું સત્યફલ આન્નતિ થવાની હતી તે થતી નથી. માટે ભક્તિ પાપકારાદિક સત્ય કાર્યોમાં અર્થની અને કામની અભિલાષાને ત્યાગ કરે જરૂર છે. નિષ્કામભાવે એટલે આલોક અને પરલોકના સુખની આશંસાને ત્યાગ કરીને સ્વકર્તવ્ય અને સ્વાધિકારે ભક્તિ પરોપકાર વિગેરે સત્કાર્યો કરવાં. તેમાંજ આન્નતિ સમાએલી છે, અને તેથી પરની ઉન્નતિ પણ થતી રહે છે. આખું ય વિશ્વ અર્થ કામના વિકારોમાં મુગ્ધ બનેલ હોવાથી સમાગ સૂઝતું નથી અને ઉન્માર્ગે ગમન કરતા હોવાથી સત્ય સુખ, તેનાથી લાખે ગાઉ દૂર રહેલ છે. જ્યારે અર્થ અને કામની અભિલાષાઓને ત્યાગ કરશે ત્યારે સન્માર્ગ સુઝવાને. વિષય અને કષાયને પ્રથમ યથાશક્તિ ત્યાગ કરીને જેઓ સેવાભક્તિ કરે છે, તેઓને અર્થ અને કામનાનું ઘણું આકર્ષણ હેતું નથી અને સેવા ભક્તિમાં ઘણી સુગમતા અને સરલતા રહે છે માટે સુજ્ઞજનેએ અર્થ અને કામની ઈચ્છાઓને ત્યાગ કરી નિષ્કામ ભાવે સેવા-ભક્તિ કરવી.
૪૮૦. રાગ-દ્વેષ અને મેહથી અહંકાર-અભિમાન– મમતા માયા તેમજ વિષય-કષાયના વિકાર ઉત્પન્ન થાય છે. અને તેથી કલેશ-કંકાસ-ઝગડે-લડાઈ-વૈર વિગેરે દુર્ગુણે પ્રાણ
For Private And Personal Use Only