________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૬ અમને ઘણું લાભ થશે, પણ ચાતુર્માસ દરમ્યાન તમારે અમારા ઉપર કોઈ પ્રકારને બાહ્ય ઉપકાર કરે નહી ફક્ત-વૈરાગ્ય-સંવેગ -પ્રશમ–આત્મશ્રદ્ધાનને ઉપદેશ આપે સંન્યાસીએ સ્વીકાર કર્યો; ચાતુર્માસમાં ભક્તજનને ઉપદેશ રીતસર આપે તેમાં એક નિષ્કામ સેવાભાવી હતી. તેના ઉપર સંન્યાસી બહુ પ્રેમ ધારણ કરવા લાગ્યા; ઘણે રાગ રાખી કઈ પણ પ્રકારે ઉપકાર કરીશ નહી–આ મુજબ જે ભક્તની આગળ કબુલાત કરી હતી તે ભૂલી ગયા; એકદા ભક્તને અશ્વ ચેરેએ ચે; પણ આગળ ચાલતે નહીં હોવાથી પ્રાતઃકાલ થયે જાણી તળાવના કિનારે રહેલી ગીચ ઝાડીમાં સંતાડી તે ચરે નાશી ગયા, સંન્યાસી તળાવમાં સ્નાન કરવા ગયા, ઝાડે ફરવા ગયા ત્યારે ભક્તના અશ્વને ઓળખે; ત્યાર બાદ સ્નાન કરીને એક વસ્ત્ર મૂકી સ્વસ્થાને આવી ભકતને કહ્યું કે મારૂ વસ્ત્ર તળાવના કિનારે રહી ગયું છે તે મંગાવી આપે; ભક્ત પિતાના સેવકને આજ્ઞા આપી, સેવક તળાવના કિનારે આવ્યા તે અરસામાં ભક્તને ઘડે હણહણું રહ્યું હતું, તેના અવાજને ઓળખી અશ્વને સાથે લઈ તેમજ વસ્ત્રને લઈ સેવકોએ અશ્વને ભક્તને સેંગે અને વસ્ત્રને સંન્યાસીને અર્પણ કર્યું, ભક્ત તલસ્પર્શી વિચાર કર્યો, કે સંન્યાસી સ્વ વસ્ત્રને ભૂલે નહી પણ પોતે જાણી જોઈને મૂકીને આવ્યા લાગે છે; સીધી રીતે ચોરાએલ અશ્વની ખબર અપાય નહી, તેથી ભૂલી ગએલ વસ્ત્રને લાવવાના બહાને અને મંગાવી લીધે કારણકે ઝાડે ફરવા જતાં તે ઘડાને દેખ્યો હશે, તેથી આડકતરી રીતે આ ઉપકાર તેમણે મારા ઉપર કર્યો; આમ સમજી સંન્યાસીને કહ્યું કે હું નિષ્કામ સેવા કરવાની
For Private And Personal Use Only