________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૧
છે ત્યારે જે સાક્ષાત્ આફત આવી હાજર થાય ત્યારે કે શોક સંતાપ કરશે તે કહી કે લખી ન શકાય. - ૪૮૬. પગમાં જોડા પહેર્યા, એટલે આખી પૃથ્વી કંટક વિનાની ભાસવાની. તે પ્રમાણે આપણે જે શાંતિની વૃત્તિ રાખીશું અગર સહન કરી લઈશું તે માથા ઉપર કદાચ દુઃખના ડુંગરે તૂટી પડશે તેપણુ આનંદ રહેવાને.
૪૮૭. સંકટને ભય, ઘણી વખત સંકટ અને પીડાએને ઉત્પન્ન કરે છે અને મનને સ્થિર રહેવા દેતું નથી. અને મન, અસ્થિર બનતાં કાયાની સ્થિતિ બગડવા માંડે છે, માટે ભયને નિવારી ધર્મધ્યાનમાં રહેવું જોઈએ.
૪૮૮. સત્તાધારી કેટલીક વખત, નજીવી બાબતમાંપ્રતિકૂલતામાં કંકાસના મૂળ રોપે છે. તેને દૂર નહી કરવાથી તે મૂળથી મહાન યુદ્ધ થાય છે. આ યુદ્ધો એવાં થાય છે કે જળપ્રલય–અગ્નિકેપ-મરકી-દુષ્કાળ ઈત્યાદિ દેવી પ્રકોપ કરતાં પણ ભયંકર અને કાતીલ નીવડે છે. કેણિક-ચેડાનુપની માફક.
૪૮૯ મહાન પુરૂષનું સામર્થ્ય-વિપત્તિ વેળાએ માલુમ પડે છે કારણ કે તેવા વખતે તેઓ પર્વતની માફક ધૈર્ય ધારણ કરે છે લેશ માત્ર ગભરાતા નથી. અને અધિક દઢ બને છે અન્ય જનો, તેવા પ્રસંગે ધીરજ હારી વલેપાત કરતા વખતને વિતાવે છે. માટે ધેર્યને ધારી મહાન બનવું જોઈએ, અગર-તગરને બાળવામાં આવે ત્યારે તેમાં રહેલ સુગંધને પ્રાદુર્ભાવ થાય છે.
For Private And Personal Use Only