________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૫
મનમાં કડવાશ ધારણ કરી, કકાશ કલેશ કરવામાં આાકી રાખશે નહી; કહેવાય છે કે પુત્રાતિ ઘનમાનાં મીતિ ધનાક્રિકવાળાઓને પુત્ર પરિવારથી પણ ભય રહેલા છે; જેમાં લય-ખેદ-અવિશ્વાસ-કકાસ-વૈવિરાધ તેમજવિવિધ વિપત્તિવિડંબના વિગેરેની સંભાવના રહેલી છે; એવા ધનાદિકની સક્ લતા દાન સિવાય છે નહી માટે શક્ય દાન દેવામાં પ્રેમ ધારણ કરવા તે સુજ્ઞ જનાનું કર્તવ્ય છે; દાનના પાંચ પ્રકારો છે. તે પાંચે પ્રકારના જ્ઞાનદાનમાં, સુપાત્રદાનમાં તથા ઉપગ્રદાનમાં સમાવેશ થાય છે—આ દાન, નિષ્કામ ભાવે મુધાદાયીભાવે દેવામાં અભિમાન-મમતાનુ જોર અલ્પ થાય છે; નિરાની સાથે પુણ્યના અંધ રીતસર બંધાય છે; માટે ખલેા લેવાની અભિલાષાના ત્યાગ કરવાપૂર્ણાંક આ લેાકના તથા પરલેાકના વિકારી સુખાની ઈચ્છા-આશાના ત્યાગ કરી દાન દેવામાં અત્યંત લાલ સમાએલ છેઃ-એક સજ્જની માફ્ક-સાંસારિક વિકારી સુખને ત્યાગ કરી અવિનાશી સુખના અભિલાષી એક ભાગ્યશાળી સન્યાસી બન્યા, પરબ્રહ્મનું ધ્યાન કરવા જંગલમાં મઠ ખાંધીને રહ્યા અને ભક્તને ઉપદેશ આપ્યા, કે સંસારના સુખા મૃગજળ-ઝાંઝવાના નીર માક મિથ્યા છે; પરબ્રહ્મમાં અનંત સુખ સમાએલ છે; બ્રહ્મ સત્યં જ્ઞાત્ મિયા વિગેરે ઉપદેશ આપતા હતા; એક ભક્તે કહ્યું કે તમે અમારા ગામમાં ચાતુર્માંસ કરા તે જન સમુદાયને વૈરાગ્યની ભાવના જાગે અને આત્મકલ્યાણુ સાધવામાં તૈયાર થાય; સન્યાસીને ભક્તના ગામમાં ચાતુર્માસ કરવાની ભાવના જાગી અને તે ગામમાં ચાતુર્માસ કરવા આવ્યા; ભક્તે કહ્યું કે, સારૂં' થયુ` કે, તમે અત્રે આવ્યા;
For Private And Personal Use Only