________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
જે માણસે ઉન્નત વિચાર કરવા પૂર્વક એગ્ય પ્રયત્ન કરે અને તેવા સાધને મેળવે તે જરૂર આગળ વધે અને મહત્તાને મેળવી શકે. માટે રંકતા આવી હોય તે પણ નબળા વિચારોને સ્થાન આપે નહી.
૩૩૪. કરિદ્રતા અને તેના વિચારે તે માનસિક અશક્તિ છે તથા નિર્ધનતા તે પણું માનસિક કલ્પના છે. જેમાં અજ્ઞાનતા–અહંકાર-મ મતાદિકમાં મુગ્ધ બન્યા છે અને આત્મિક ગુણની જેઓને ઓળખાણું નથી તે જ નિર્ધન, વસ્તુતઃ છે. પરંતુ જેઓ અસાધારણ જીવનને વિકાસ કરવાઆત્મિક ગુણેમાં રમણતા કરવા છતાં અદ્ધિ વૈભવ ત્યાગ કરે છે, અથવા જેઓ બાલ્યાવસ્થામાં જ સંસારની વિષયાસકિતને ત્યાગ કરે છે તેઓ પણ નિર્ધન-અકિંચન, કહેવાય છે. પરંતુ વાસ્તવિક રીતે તેઓ શ્રીમંત કહેવાય છે. બીજા પ્રકારના નિર્ધન મહાશ, આત્મવિકાસના ચુંગે સત્ય સુખને પ્રાપ્ત કરીને સર્વત્ર આનંદમાં મહાલતા હોય છે. પ્રથમ પ્રકારના નિર્ધનમાં તે આળસ-પ્રમાદ-મહ મમતાને સદુભાવ હેવાથી સદાય પીડાતા હોય છે.
૩૩પ. દ્રવ્ય અને ભાવથી વિષય અને કષાયના ત્યાગપૂર્વક સ્વીકારેલ નિર્ધનતા અને અકિંચનતાના સ્વામીઓને મહાન રાજા મહારાજાએ નમસ્કારપૂર્વક હસ્ત જેડી સ્તુતિ કરે છે. તેઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી થેડી છે. પરંતુ અંતરમાં ધનાદિકની ભૂખ હોય અને બહારથી ત્યાગનીઅકિંચનતાની બડાઈ હાંકનાર, પરાણે ગરીબાઈ જોગવી રહેલ હેય, તેવા ત્યાગીએ તે અનધિકારે ભૂલમાં ભમતા ગણાય;
For Private And Personal Use Only