________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧ તેની જાહેરાત થાય તેને વધારે ભય હેય છે એટલે જ કરેલા પાપને છૂપાવવા પ્રયાસ કરતા હોય છે, તેઓ ગુપ્ત રાખવા ખાતર હડહડતું અસત્ય બોલવામાં બહાદુરી માને છે; પણ તે કરેલાં પાપ, આ ભવમાં કે પરભવમાં જંપીને રહેવા દેતા નથી. દુષ્ટ કર્મોની એવી વિચિત્રતા હોય છે, કે મહેનત કરતાં મનુષ્યને પણ મૂખ બનાવી ઢેડફજેત કરાવે છે, પેળે દહાડે ગધેડા પર બેસારી સારા બજારે ફેરવે છે; વસ્ત્ર પણ વહાલું થતું નથી.
૭૦૬. અનાદિકાલથી આ જીવાતમાએ, અનંતભાને ધારણુ કરી અસહ્ય કષ્ટ ભેગવ્યું, છતાં દેહ ગેહ પરિવારાદિકની ભાંજગડમાં પડી તે દુઃખને દૂર કરવાને ઉપાય કર્યો નહી. કેઈ તેને ઉપાય બતાવે ત્યારે તે રાંકડે બની નાશભાગ કરવા લાગ્યું અને ભોગવિલાસમાં ફાંકડો બન્ય; કહે? ત્યારે પીડાઓ યાતનાઓ-વિડંબનાઓ ઉપસ્થિત થાય, તેમાં શી નવાઈ? આ કર્મને હઠાવવાના ઉપાયમાં આ રાંકડાને ખબર નથી કે આવા ભેગવિલાસે પહેલાં અનંતાવાર ભગવ્યા છે અને માંક ડાની માફક નાગ્યા કર્યું છે. વિષયવાસનાઓ વધતી રહી છે, પણ નષ્ટ થઈ નથી અથવા માનસિક ભૂખ લાગતી નથી અને આવતાં કર્મો શેકાતાં નથી. તેને ગેજ ભવપરંપરા વધ્યા કરે છે, માટે અધમ ભેગવિલાસોની આસક્તિને ત્યાગ કરી આત્મવિકાસના સાધને મેળવી તે સાધને દ્વારા આત્મન્નિતિ કરે, જેથી કર્મો ચીકણું બંધાશે નહી-ભવપરંપરા અટકી જશે. માનસિક વૃત્તિઓને વિલય થતાં આત્મસ્વરૂપ પરખાશે અને અનંત સુખના ભક્તા બનાશે.
For Private And Personal Use Only