________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૫ ૩૮ શારીરિક-માનસિક અને આત્મિકબલ વિનાના મનુષ્ય, મહત્તાને-પ્રશંસાને માન-સન્માનને પણ ઈરછે છે. પણ શક્તિ સિવાય તેઓને મળે નહી, અને મળશે પણ નહી. મહત્તા વિગેરે મેળવવાની ઈચ્છા હોય તે બ્રહ્મચર્યનું પાલન કરવા તત્પર બનવું આવશ્યક છે. સર્વ સંપત્તિ અને સર્વ સિદ્ધિઓનું મૂલ બ્રહ્મચર્ય છે.
વિષયના વિચારે, વિકારોને ઉત્પન્ન કરી સર્વ શક્તિઓને હાસ કરે છે.. પછી મનુષ્ય તૃણ સરખા હલકા બને તેમાં નવાઈ શી? હાટા ધનવાનેમાં આ ખામી હેવાથી શક્તિને ગુમાવી પાગલ જેવા બને છે.
વિપત્તિની વેળાએ, જેમ ધનાદિકની જરૂર રહે છે તે પ્રમાણે સદ્વિચાર અને વિવેકની તથા ધીરજની પણ જરૂર રહેલી છે. આ સદૂગુણ હશે તે જ ધનાદિક, વિપત્તિ વખતે સહકાર આપશે અને દુઃખમાં ભાગ પડાવીને ઓછું કરશે.
૩૯. જે સત્કાર્યનું લ તત્કાલ મળતું હોય, તેમાં વિલંબ કરે નહી, કારણ કે-કાળ કે અવસર વિલંબ કરવાથી કાર્યમાંથી રસ ચૂસી લે છે; પછી જોઈએ તે આનંદ પડતા નથી, માટે સત્કાર્યો કરવામાં ક્ષણ પણ વિલંબ કરે નહી.
મનુષ્ય, વિષયેના સાધન ખાતર પ્રથમ કષ્ટને વેઠી સાધને મેળવે છે તે આત્મિક સુખને માટે કષ્ટ પડે ત્યારે સહન કરે તે જરૂર સત્યસુખ મળે.
For Private And Personal Use Only