________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
સ્થિરતા પ્રાપ્ત થાય છે. જેમ જેમ સ્થિરતાપ ચારિત્રમાં રમતા તેમતેમ કર્મનિર્જરા થાય છે. અને કર્મનિર્જરાથી આત્મવિકાસ સધાય છે તેમજ પુણ્યાનુબંધી પુણ્ય બંધાતું હોવાથી નિર્જલ અતિહિતકર છે.
સંવર સાધ્યા વિના કર્મની નિર્જરા થતી નથી માટે કર્મની નિર્જરાન અથી જનેએ પ્રથમ સંવર સાધવા સાવધાન રહેવું અતિ જરૂરનું છે. સંવરમાં સમતા સમાએલ છે. સમતા જ્યારે આવે કે જ્યારે વિષયના વિકલ્પ રહિત થવાય ત્યારે સંવરમાં મહજન્ય વિષય વિકલ્પ હોવા જોઈએ નહી તેજ સંવર સધાય નહીતર સંવર-સમતા સિવાયની ક્રિયામાં પુણ્યને બંધ થાય છે પણ નિર્જરાની ભજના હેય છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ ક્ષય પામે છે, છતાં સંવરના સમીપે પહોંચાડે છે. અને સંવરમાં સાવધાન રહેલ સંયમીને-સમયે સમયે સમતા રહેલ હોવાથી આત્મતતવને આનંદ ઝળહળે છે. આત્મસ્વરૂપમાં આરૂઢ થએલ અન્તરાત્માને જે આનંદ આવે છે તે અવિકારી છે તે સિવાયને આનંદ વિકારી છે તેમજ વિકારને વધારનાર છે, અને દેખતાં દેખતાં નાશ પામનાર છે; માટે ધાર્મિક ક્રિયાઓમાં સંવર વધે તે પ્રમાણે સાવધાની રાખવી જોઈએ.
૧૬૯. આમતત્વ ઓળખીને આરાધેલ ધર્મ, પરમાત્માતુલ્ય બનાવે છે. ધર્મ તે અસાધારણ કારણ છે. અને પરમાત્માનુથ થવું તે સાધ્ય છે. માટે પરમાત્માની આજ્ઞા પ્રમાણે અનુસરવામાં બુદ્ધિની સફલતા છે.
વ્યાવહારિક કાર્યોમાં પણ આત્મતતાની ઓળખાણવાળી
For Private And Personal Use Only