________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮ નથી. માટે મનને એવું બનાવે કે શરીરમાં વ્યાધિ થાય નહીં અને ઉત્પન્ન થએલી હોય તે શાંત થાયમાનસિક વૃત્તિને મૈત્રીઅમેદાદિક ભાવનાથી સદાય ભાવિત બનાવે. કલેશ કંકાસવેરઝેરના વિચારોને મૂલમાંથી હઠાવવાને સારા સારા વિચારોને સંગ્રહ કરી અને વિચાર મુજબ શક્ય વર્તન કરે.
૩૩૧. જ્યારે આપણું મને વૃત્તિ, મજશેખમાં વિષય વિલાસમાં મગ્ન બને છે ત્યારે ગુલામની માફક વર્તન રાખીએ છીએ અને તે વખતે આપણું વર્તન ગુલામીમાં બહુ માને છે; તે વખતે સદ્વિચાર અને વિવેક ક્યાં ખસી જાય છે તેની માલુમ પડતી નથી. માટે મને વૃત્તિને મજશેખમાં જોડતાં-વિષય વિલાસમાં મગ્ન બનાવતાં ઘણી સાવધાની રાખજે, કે જેથી ગુલામ-દાસ બનવાને અવસર આવી મળે નહીં.
૩૩ર, રકતા-દરિદ્રતા એટલી બધી ખરાબ નથી પણ તેના વિચારો ખરાબમાં ખરાબ છે; આપણે નિર્ધન છીએ-રંક છીએ, અને એવા જ રહેવાના આ વિચારે આપણને ખરાબ સ્થિતિમાં મૂકે છે અને આગળ વધવા દેતા નથી. આવી કંગાલ અને પામર માન્યતા, મનુષ્યમાં રહેલી દિવ્ય શકિતના આશાજનક પ્રોત્સાહનનું ખંડન કરે છે એટલે દિવ્ય શકિતને આવિલંબ થતું નથી.
૩૩૩. માણસેએ, જીવન પર્યત વૈતરૂ કરવા માટે અગર રંક-દીન-હીન રહેવા માટે જન્મ ધારણ કર્યો નથી. પરંતુ તેવા વિચારોને ત્યાગ કરવા પૂર્વક આગળ વધવા માટે જન્મ ધારણ કર્યો છે, નહી કે રંકતાના-દીનતાના વિચારે કરવા માટે.
For Private And Personal Use Only