________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી; કદાચ કુવિકલ્પ આવે તે સારા વિચારો દ્વારા તેઓને હઠાવે છે; ઈન્દ્રિયે જ્યારે ઉન્માર્ગે ગમન કરે ત્યારે તેના વિષયોમાં વિકાર ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થએલ વિકારે આત્માને અધિક વિકારી બનાવે છે. માટે ઉભાગે ગમન કરતી ઈન્દ્રિયોને સન્માર્ગે વાળે-અને વિચાર અને વિવેક લાવીને કબજે કરે, કે જેથી માનસિક વૃત્તિઓને સ્થિર થવાને વખત મળી આવે.
કુવિક–ખરાબ વિચારોના ખરાબ સંસ્કાર પડ્યા પછી તેઓને ખસેડવા માટે ઘણું સારા સંસ્કારો પાડવા પડશે તેવા વખતે તમારે બહુ સહન કરવું પડશે. સહન કરવાને વખત આવી મળે નહી તે માટે પ્રથમથી જ ઉપગ રાખે.
ખરાબ સંસ્કારવાળાઓને સારા વિચારે-કલ્પના અને સવર્તન વિગેરે આવવા દુર્લભ છે, એટલે તેઓ ઉત્તરોત્તર સ્વપરને અહિતકારી બને છે; કદાચિત સારા વિચારો, સદ્દગુરુ મળવાથી આવે તે પણ તે વિચારો ટકી શક્તા નથી. ડુંગળી વા લસણના ક્ષેત્રમાં કસ્તુરીનું ખાતર નાંખવાથી ડુંગળી ડુંગળીરૂપે થાય, પણ કસ્તુરીની સુવાસ આવે નહિ.
૭૦૩. પિતાની બડાઈ બતાવવા-અન્ય જનેને ઉતારી પાડવા–તેની નિદા-હલકાઈ કરવી તે પણ એક પ્રકારની અધમતા છે. બડાઈ અગર પ્રસિદ્ધિ પિતાના સદ્ગુણદ્વારા આવે છે. બીજાઓના અવગુણને જાહેર કરવાથી આવી મળતી નથી પણ અધમતા હાજર થાય છે; સદ્દગુણે જ અધમતાને
For Private And Personal Use Only