________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪ પ્રમાણે અહંકાર અને મમતાજન્ય રાગ-દ્વેષ અને મહિના વિકાસ, આત્મજ્ઞાન-આત્મબલ અને વિકાસમાં હાનિ પહોંચાડે તે પહેલાં જ તેઓને વિનય-વિવેક ધારણ કરીને દૂર કરવા તેમાં જ ધાર્મિક ક્રિયાની સાર્થકતા અને સફલતા છે. તે વિકારોને વિલંબ કરીને આ ભવમાં કે પરભવમાં નહી ખસેડે તે પણ વિવિધ કષ્ટો સહીને છેવટે ખસેડવા જ પડશે. આ સિવાય સુખશાંતિ કદાપિ મળશે નહી જ; વ્યવહારમાં તે તમે દીર્ઘદ્રષ્ટિ વાપરી તેવા પ્રસંગે ઉપસ્થિત થાય તે પહેલાં છૂટા થયા, તેવા નિમિત્તોથી તમે દૂર ખસતા રહ્યા, તે તે ઠીક છે. પરંતુ કલેશ કંકાસ, શેક વલે પાત તેમજ પરિતા પાદિકના જે મૂળ કારણ છે, તેઓનાથી અદ્યાપિ દૂર ખસ્યા નથી તેમજ જ્ઞાનપૂર્વક વિચારવિવેક લાવી તેઓને ખસેડયા નથી પણ જ્યારે તમે તેઓને મૂળમાંથી ખસેડશે ત્યારે જ સુખશાંતિ આવશે અને ટકી રહેશે. તમેએ તેવા નિમિત્તોને દુઃખરૂપ માની તેઓને અળગા કર્યા પણ તેવા નિમિત્તોને ઉત્પન્ન કરનાર, અહંકાર-મમતાજન્ય રાગષ મેહને-વિષયરાગને ખસેડયા નથી અને સ્વાધીનતાના સ્વામી બન્યા નથી ત્યાંસુધી સુખશાંતિ કયાંથી મળશે ? માટે દુઃખના મૂળ કારણોને દૂર કરવા પ્રયત્નશીલ બને. - ૭૬૪. જ્યાં સુધી જ્ઞાનદશાને આવિર્ભાવ થતો નથી
ત્યાં સુધી શુભ નિમિત્ત દ્વારા અનુકૂળ પદાર્થો હસ્તગત હોય તે પણ તેઓ તરફથી લાભ લઈ શકાતો નથી. ભલે પછી સુંદર કાયા-રૂપ–બળ-પ્રભુતા મળી હોય અગર દેવ જેવી સાહાબી મળી હોય, તે વડે અનાચારનું સેવન કરવાપૂર્વક કામ-ક્રોધ લેભાદિકના વિકારોમાં મગ્ન બની દુર્ગતિના આયુષ્યને બંધ કરી
For Private And Personal Use Only