________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૩ છે. આમ સમજી મનુષ્યએ સંકટ-વિપત્તિ વેળાયે ધીરજને ધારવી અને આર્ત રૈદ્રના વિચાર કરવા નહી.
આર્થિક સંપત્તિને ઉપભેગ, શારીરિક સંપત્તિની માફક વિચાર અને વિવેક પૂર્વક કરવાનું છે. સંપત્તિ જીરવવાનું કામ વિપત્તિ કરતાં પણ કઠિન છે. વિવેક વિના મળેલી સંપત્તિ, જીરવાતી નથી.
વિપત્તિના સમયે સહિષ્ણુતા કે પૈર્ય એ એકલે જ સદ્ગગુણ હશે તે ચાલશે પણ સંપત્તિમાં જે શાણપણ-દીર્ધદષ્ટિ મિતાહાર અને ઉદારતા વગેરે સદ્ગુણે નહી હોય તે તે સંપત્તિ ટકી શકશે નહી અને પાયમાલ કરીને બીજે સ્થળે ખસી જશે, માટે સંપત્તિમાં ખાસ ઉપગ રાખે; જે ઉમદા અનુભવે વિપત્તિવેલાયે સહન કરવામાં થાય છે તેવા અનુભવે અને સમ્યગુજ્ઞાન, સંપત્તિના અભિમાનમાં થતા નથી; માટે સંપત્તિસાહ્યબી અગર અધિકાર મળે ત્યારે નમ્રતા રાખવાની જરૂર છે.
૪૯૩. જગતુ ઉપર બનતા કેઈ પણ બનાવે, નુકશાન કારક હેતા નથી. જે થાય છે તે સ્પેશ્ય થાય છે; જળ પ્રલયથી અત્યંત નુકશાન થાય છે ખરું, પણ જે દેશ ઉપર તે ફરીવળે છે, તે દેશ રસાળ અને ફળદ્રુપ બને છે તેમજ જ્વાળામુખી ફાટવાથી આસપાસના ગામેને બહુ હાનિ થાય છે પણ તેનાથી હવા સુધરે છે, પ્લેગ, મરકી વિગેરે નાશ પામે છે. લંડન શહેરમાં ૧૬૬૬ માં મોટી આગ થઈ પણ લાભદાયક નીવડી; કારણ કે હવાને સુધારે થતાં પ્લેગ, મરકી જે થતી હતી તે નાશ પામી.
૧૮
For Private And Personal Use Only