________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯
૭૮. પરમાત્માને પ્રેમથી આમંત્રણ આપશે તે તે પરમાત્મા દૂર નથી. પરંતુ તમારી પાસે છે, તે જરૂર આવીને મળશે. પરંતુ જે પ્રેમ, દુન્યવી પદાર્થોમાં છે, તે પ્રેમ પરમાત્મામાં રાખશે તે જ આવીને ભેટશે દુન્યવી પદાર્થોના પ્રેમના ત્યાગમાં જ પ્રભુ પરખાય છે.
૭૯. જીવન, દુઃખદાયી-દુ:ખજનક છે, છતાં તેને ત્યાગ આપણે કરી શક્તા નથી. તેથી માલુમ પડે છે કે જીવન જીવવા જેવું છે પણ કેમ જીવવું તે આવડતું નથી, તેથી તે જીવન દુઃખદાયી, દુઃખજનક નીવડે છે. માટે પ્રથમ જીવતાં શીખે.
૮૦. કાળી બાજુ જેનાર, કાળું થતું હોય, પણ વધારે દેખે છે. છેલ્લું બહુ હોય છતાં તે બાજુ ઉલ્લુની માફક જ નથી, તેથી બધે યે કાળું કાળું, કપે છે, પણ જો ધળી બાજુએ નજર કરે તે તેને આ દેષ રહેવા પામે નહી. જેવી નજર હોય તેવું ભાસે છે માટે ધોળા ઉપર નજર રાખે. આનંદ આવશે અને દેષ દષ્ટિ રહેશે નહી. માટે ગુણે જોવાની ટેવ પાડે.
૮૧. મહાપુરૂષોએ જે આત્મસાક્ષાત્કાર કર્યો છે તે એકદમ કુદકે ને ભૂસકે કર્યો નથી. તેઓ એકદમ પૂર્ણતાને પામેલા નથી, અને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું નથી, પરંતુ તેઓ વિવિધ પ્રકારના ઘેર પરિસહ-ઉપસર્ગોને સહન કરીને અનંત અદ્ધિ-સિદ્ધિ-શુદ્ધિ પામ્યા છે.
પુરુષોત્તમને માથે ઘોર અતિ આતે શું નથી આવી?
For Private And Personal Use Only