________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૫ તે આવશ્યક કાર્યો તમેએ જે કરેલાં છે તે કરી શકત જ નહી. ધનાદિકને મેળવવામાં ઘણું મુશ્કેલી પડે છે, છતાં ધૈર્યને ધારી શક્તિને ફેરવી તે ધનાદિને મેળવી શકે છે, આ ઉપરથી માલુમ પડે છે કે રાગ-દ્વેષ અને મહાદિકના કારણેને હઠાવી અનંત સુખના સાધનેને મેળવવાની તમે તાકાત ધરાવે છે; માટે કહેવું પડે છે કે આળસને ત્યાગ કરે–તેને માટે ઉદ્યમશીલ બને, દરેક પ્રકારે સુખ આવી મળશે.
૫૭. આપણી ઝંખના-કલ્પનાને પાર ઉતારવાસફલ કરવા બહુ મથીએ છીએ, પરંતુ જ્યારે કલ્પના મુજબ સફલતા મળતી નથી ત્યારે પોતાના કર્મને દેષ ન કાઢતાં નિમિત્ત-સંગોને તેમજ વ્યક્તિનો દોષ કાઢીએ છીએ અને રાગ-દ્વેષ-મેહ ધારણ કરીને અત્યંત દુઃખી બનીએ છીએ.
આપણે મનની જંજાળમાં-જાળને પાસમાં સપડાઈ ગએલ હોવાથી કોઈપણ ઉપર જીત મેળવતા નથી, દરેકના તાબેદાર રહેવું પડે છે, જ્યાં સુધી માનસિક વૃત્તિની તાબેદારી હશે ત્યાંસુધી સ્વાધીનતા મળવી અશક્ય છે. એટલે પ્રથમ માનસિક વૃત્તિઓને તાબે કરવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે, જે માનસિક વૃત્તિઓ, કબજામાં આવીને સ્થિરતા ધારણ કરશે ? ભય-શંકા વૈર વિરોધાદિક રહેશે નહી. - ૫૯૮. ધનાદિક પરિવારથી તેમજ પદવી અને ઇલ્કાબના ઠઠારાથી માનવનું મૂલ્યાંકન કદિ થતું નથી અને થશે નહી. રંગ રોગાન જેમ મકાનની નબળાઈ કે
२०
For Private And Personal Use Only