________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨ વચનામૃતનું પાન કરે તે આત્મશ્રદ્ધા થાય, જિનેશ્વરના ગુણેમાં રાગી બનાય.
માણસે જ્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ આત્મિક ગુણનું સ્વરૂપ સમજે છે ત્યારે જ ભય-ખેદ-ઉદાસીનતાને ખસતાં વિલંબ થતું નથી અને દરેક પ્રાણીઓમાં આત્મિક તત્વને નિહાળે છે. સર્વ પ્રાણીઓ પર મૈત્રી ભાવના, આત્મતત્વને જાણ્યા પછી પ્રગટે છે. કેઈ ઉપર શ્રેષ-અદેખાઈ વિગેરે રહેતા નથી.
૬૦૯. જ્યારે આત્મતત્ત્વની ઝાંખી થાય છે, ત્યારે કાદવ કીચડમાં કીડાની માફક વિષય-કષાયમાં આળોટવાનું મન થતું નથી અને અલૌકિક તત્ત્વમાં દષ્ટિ અને મન એંટી રહે છે. સંતોષની વાત એક એવી છે, કે માણસે વિદ્વાન-પ્રણતપ્રવીણ હેતે પણ પિતાનામાં જ રહેલી શક્તિને પા ભાગ પણ જાણી શકતા નથી. જગની સર્વે કળાઓને જાણે પરંતુ આત્મશક્તિને ખીલવવાનું શિક્ષણ લે નહીં તેથી તેઓની પરિશ્રમ વેઠીને શીખેલ કળાએ વૃથા થાય છે-આત્મશકિતને ખીલવવામાં કાર્યરત થતી નથી પણ તે કળાએ સંસારની વૃદ્ધિનું કારણ બને છે.
માણસ પોતાની જાતને હલકી-શૂન્યવત્ ગણતા હેવાથી આળસુ-પ્રમાદી બની પશુની માફક જીવન વ્યતીત કરે છે; માટે સત્ય મહત્તા સુખ શાંતિ તથા સત્યજ્ઞાન મેળવવા માટે સમ્યગજ્ઞાનીના સહવાસમાં આવવાની આવશ્યકતા છે; જેઓના ચગે આત્મશ્રદ્ધા થાય, વિષય કષાયમાં રહેલી આસક્તિ મૂલમાંથી પણ ટળી જાય, ભયના ભણકારા આવે નહી, મીઠે
For Private And Personal Use Only