________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૯
તે પણ ઉન્નતિ સાધવામાં પાછા પડે છે–સમર્થ બનતા નથી, માટે ન્યાય નીતિની સાથે લક્ષમીની જરૂર તેઓને રહેલી છે; લક્ષ્મીથી ન્યાય તથા નીતિમાનની શોભા વધે છે અને સ્વાત્માનો તેમજ સમાજ-વિગેરેને વિકાસ કરી શકે છે; દીનતા-યાચના વિગેરે રહેતી નથી; પણ લક્ષ્મી જે અન્યાય અને અનીતિથી તેમજ મહારંભ કરીને મેળવેલી હોય તે, તથા ધાપે મારી-નબળા જને પાસેથી છીનવી લીધી હોય તે પુરુષની શોભા વધતી નથી, અને દુર્બુદ્ધિ ઉત્પન્ન કરી અંતે દુઃખભાજન બનાવે છે; નીતિમાનેને ધનાદિકની જરૂર પડે છે, પણ ધનાદિક અનીતિથી પ્રાપ્ત કરેલ હોવું જોઈએ નહી, ન્યાયથી મળેલ વૈભવ-લક્ષ્મી, સદ્વિચારની પુષ્ટિ કરી સત્પાત્રમાં તેને ઉપયોગ કરાવે છે, અને સત્પાત્રે અગર સાત ક્ષેત્રમાં વાવેલી લક્ષમીથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે; તેથી જ ભવભવમાં સાનુકૂળતા આવી મળે છે. સાનુકૂલતાથી માણસે, વ્યાવહારિક કાર્યોમાં તથા સગા સંબંધી. એમાં સંપને વધારી પરસ્પર આત્મોન્નતિમાં ઉપકાર કરવા સમર્થ બને છે એક દંપતીની માફક-એક ગામમાં ન્યાય નીતિમાન દંપતી હતાં. દરેજ દાન-શીલ-તપ અને ભાવના રૂપ ધર્મની આરાધના કરવાપૂર્વક રાગ-દ્વેષ અને મહિના મીઠા મારને હઠાવવા કટ્ટીબદ્ધ હતા; ઘરમાં ભાઈઓને વસ્તાર પણ સારા પ્રમાણમાં હતે વિસ્તાર ઘણે હોય ત્યાં ખટપટકંકાસ-કલેશ થવાનો સંભવ છે; કારણ કે દરેકને સ્વભાવકર્મ-વર્તનાદિક સરખા હોતા નથી; ઘરમાં સહજ પ્રતિકૂલતા આવતાં ખટપટ થતી હોવાથી આ દંપતીને ચેન પડતું નહી; તેથી
For Private And Personal Use Only