________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧ લાવી તેનું સર્વસ્વ લુંટી લઈને પિતાની ભૂખને સંતેષે છે. જેમ તેમ વલખાં મારતી ભટક્યા કરે છે, એક મૈત્રી સ્વાર્થના ત્યાગથી ઉત્પન્ન થાય છે અને અન્ય મૈત્રી સ્વાર્થધતાથી જન્મે છે.
૧૮૧. જેને તું હણવા ઈચ્છે છે, જેને તું પરિતાપ ઉપજાવવા પ્રયત્ન કરે છે અને જેને તું દબાવવા માગે છે, જેને તું મારી નાંખવા તૈયાર છે તે પણ તું જ છે-આમ સમજી, સરલ માનવી કેઇને હણતું નથી અને કેને હણાવતે નથી.
૧૮૨. જ્ઞાની પુરુષ, જ્ઞાનના બદલામાં માન-પ્રતિષ્ઠા કે આજીવિકાની કામના ન કરે-તે સત્યને છુપાવે નહી, કે તેને લેપ કરે નહી, અને અનર્થકારક ઉપદેશને આપે નહી.
કમલના પત્ર ઉપર રહેલું પાણીનું બિન્દુ, મેતીની શેભાને ધારણ કરે તેમ સમકિતી મહાશયની પાસે રહેનાર, ચાકર પણ સમકિતની શોભાને ધારણ કરે છે એટલું જ નહી પરંતુ સમકિતી પિતે બને છે.
૧૮૩. મલયાચલની ગંધ વડે, તેમાં રહેલું ઈધણ પણ ચંદનની માફક ગણાય છે. તેમ સજજનની સેબતમાં રહેલ દુર્જન પણ સજજનની ગણનામાં આવે છે, પૂજાય છે વંદાય છે અને સત્કાર પાત્ર બને છે.
જગતમાં ચંદન શીતલ મનાય છે અને તે ચંદન કરતાં ચંદ્રમા અધિક શીતલ મનાય છે. પરંતુ ચંદન અને ચંદ્રમા કરતાં પણ સંતની સાધુની સંગતિ અધિક શીતલ છે. અંતરના
For Private And Personal Use Only