________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર
આત્મસ્વરૂપને ઓળખવાથી વ્યાધિ થાય નહી તેવા ઉપાયે
અવશ્ય હસ્તગત થશે.
૨૦૨. પાતાનુ તથા પારકાનું ભલુ કરવામાં દેહાધ્યાસ-વિષયાસક્તિના ત્યાગ કરવા પડે છે, તે સિવાય સ્વપરનું રીતસર ભલુ થવુ અશક્ય છે. દેહ્રાધ્યાસ અને વિષયાસક્તિથી અત્યાર સુધી તમે પેાતાનું કે પારકાનું ભલું કરી શકયા નથી; તેથી સંસાર અવીની મુસાફરીમાં અનેક વિઘ્ના આવી પડ્યા છે, સન્માર્ગે હાથમાં આવ્યા નથી અને જેમતેમ અટવીમાં આથડવુ પડયું છે. જેથી કષાય લૂંટારાઓને સ્વ’સ્વ લૂંટવાનુ સુગમ પડ્યુ છે.
૨૦૩. જેને સત્ય વસ્તુને જાણુવાની ઈચ્છા પણ થતી નથી, અને સ્વીકાર કરતાં અકાર અને અભિમાન, પ્રતિષ્ઠાની હાનિ વિગેરે આવીને ઉપસ્થિત થાય છે, ત્યાં સત્ય વસ્તુની સમજણ પડે ક્યાંથી ? અને મિથ્યાત્વ પણ ટળે કયાંથી ? સત્ય અને મિથ્યાત્વને અત્યારના વિરાધ નથી પણ અનાદિકાલના છે.
સત્યવસ્તુને જાણવી હાય તા સ ખટપટોના ત્યાગ કરી આત્માના ગુણ્ણામાં સ્થિર થાએ એટલે સત્ય જરૂર જણાશે; જાણ્યા પછી તેના લાભ લેવા સાંસારિક સ મમતાને ત્યાગ કરીને સમત્વને આદરા આ સિવાય સત્ય સુખને અન્ય માર્ગ નથી. અને જો અન્ય માર્ગે ગયા તા લૂંટાયા સમજો,
પવિત્ર આચાર વિચારાથી સત્ય વસ્તુ જાણવાની તમન્ના થાય છે. ખરાબ વિચારા અને આચારથી કદાપિ સત્ય વસ્તુ
For Private And Personal Use Only