________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦ ઉયર કરીને નફો-લાભ મેળવે તે, નફે નથી પણ નુકશાની છે, લાભ નથી પણ ગેરલાભ છે.
૩૫૮, અધિકાર-પદવી લેતાં પહેલાં જવાબદારીને વિચાર કરજે નહી તે લીધેલ-અધિકાર કે પદની ઘંટીના પડની માફક ભારે પડશે.
જે શક્તિ હોય અને જવાબને ખ્યાલ હોય તે, અધિકાર કે પદવી લેવામાં શંકા-નિરાશા-ભીતિ વિગેરેને ધારણ કરવી નહી.
૩૫૯ જીવનના ભરણુ પિષણ માટે તે સઘળું મળી રહે છે, અને મળી રહેશે. આ પ્રકારે વિચારેને વારંવાર કરવાથી સંતોષવૃત્તિ જાસત્ થાય છે, અને સાધારણ જીવનમાં સંતોષી બનાય છે, પટારે-ખટાર, પૈસાથી ભરવામાં તે ભાગ્યની જરૂર પડે છે, ભાગ્ય હોય તે ભરાય, નહીતે નિષ્કલતા આવી હાજર થાય. પૈસાથી પટારા-ખટારા ભરીને મોજ શોખ, રોગ વિલાસ-વિષય વિલાસ માટે આપણું જીવન નથી, પણ જીવન પૂરતાં સાધને મેળવી આત્માની સત્તા-શકિત અને સંપત્તિને પ્રાપ્ત કરવા માટે આપણું જીવન છે, માટે સંતોષી બની જીવનને લ્હાવે લે!
૩૬. જ્યાં સુધી આપણે માનસિક અને શારીરિક આરોગ્યની પાચન ક્રિયાના શત્રુઓને હઠાવીશું નહી, ત્યાં સુધી આપણા વિચારની શુદ્ધતા થવી અશક્ય છે, તથા આરોગ્ય પ્રાપ્ત થવું પણ અશક્ય છે. માનસિક તથા શારીરિક આરોગ્ય હેય તે જ આપણું આદર્શો ઉજવળ બને છે અને જલદી સધાય છે, અને આત્મા વિકાસ પામતે રહે છે.
For Private And Personal Use Only