________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૨
વિચારને આવવાને માર્ગ મળતું નથી; અશુભ વિચારથી પાપબંધને જરૂર બંધ પડે છે અને તેની અસર શરીર ઉપર થાય છે, માટે શોક-સંતાપાદિ કરે તે પણ આત્મિક ઘાત છે. પરોપકાર કરીને અભિમાન કરવો તે પણ સમજુ મનુષ્યોને શોભાસ્પદ નથી, ઉલટું અપયશ કરનાર છે, સામાન્યપણે કહીએ તે આમ જ કહી શકાય કે, અભિમાન, આભવમાં અને પરભવમાં દરેક બાબતમાં નુકશાન કરનાર છે; ઈન્દ્ર વિગેરેએ તથા શ્રીમંતએ કરેલું અભિમાન તેમને પદ્મષ્ટ કરી નાંખે છે. અધમ હોય તે અભિમાન કરે સુજ્ઞજને તે સાહ્યબી-વૈભવ હેતે પણ નમ્રતા ધારણ કરે માટે તમારા જેવા શ્રીમંતોએ અભિમાનને ત્યાગ કરવાપૂર્વક નમ્રતા ધારણ કરવી તે અગત્યની છે.
૬૮૧. અભિમાની શ્રીમંતે, સાધુઓ પાસે આવતાં પણુ શરમાય છે અને સ્વજન વર્ગમાં જે કંઈ ગરીબ હેય તેની પાસે વાતચીત કરતાં તેઓને શરમ આવે છે; તેમની સ્થિતિ કે શ્રવણ કરાવે તે બધિર જેવા બને છે, તથા કેઈ તપાસ કરવાનું કહે તે મને વખત નથી, આ પ્રમાણે કહીને ઉપેક્ષા વૃત્તિ ધારણ કરે છે. આવા દુઃખદાયી અભિમાનને ધમીંજને તે કદાપિ ધારણ કરતા નથી; જનસમુદાયમાં ઉપકાર કરીને તેને બદલે લેવાની અભિલાષા રાખવી તે ઉપકાર કરવાનું ફલ નહીં-પણ લેતી દેતી કહેવાય; ઉપકાર તે એવો હે જોઈએ કે જેમાં બદલે લેવાની વૃત્તિ હોય નહી, અને જેના ઉપર ઉપકાર કરેલ હોય તે અપકાર કદાચિત કરે તે પણ દયાભાવનો ત્યાગ કરે નહી; એક સજજનના ઘરમાં ઘણું
For Private And Personal Use Only