________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
રછા રાખનારાએ પાતાની બુદ્ધિનું લીલામ કરી રહેલ છે, એટલે બુદ્ધિની સાકતા થતી નથી; માટે તેની મૂઢતાને નિવારી સત્ય સુખદાયક ધર્મની આરાધના કરવી જોઈયે.
૯૩. આત્માતિમાં, કોઈ પણ ઉન્નતિ સધાય છે. સર્વ ઉન્નતિનું મૂલ કારણુ જો કોઈ હાય તા આત્માનંતિ છે. માટે સમાજ-રાષ્ટ્ર દેશની ઉન્નતિ કરવાની વેળાયે આત્માતિ કરવાની તક ભૂલવી જોઇચે નહી; મૂળ હશે તે ડાળાં પાદડાં આવશે.
૯૪. સત્ય પુરુષાર્થ, મેાક્ષદાયક ધર્મની આરાધનામાં જ રહેલા છે, અર્થ અને કામની આરાધનામાં ભવપરિભ્રમણુચાર ગતિમાં જન્મ—જરા અને મરણની અસહ્ય અને વિવિધ યાતનાએ છે, માટે જ ધર્મની આરાધના અત્યંત સુખદાયક છે.
૫. વિષયના ભાગે પભોગની ઠંડક, હિમના જેવી છે; પ્રારંભે ઠંડક આપીને એ ઘડીમાં બાળી નાંખે છે. આવા વિરૂવા વિષયના ભાગને કાણુ ઇચ્છે ? શાણા તેા પ્રથમથી જ વેગળા રહી આત્મ સાધનમાં તત્પર બને છે.
૯૬. કાદવથી ઉત્પન્ન થએલ અને પાણીથી પોષણ પામેલ કમલને જો સૂર્યના પ્રકાશ ન મળે તેા વિકવર થાય નહી. તેમજ તેમાં રહેલ સુગધ ફેલાય નહી; તે પ્રમાણે, દરેક પ્રાણીઓની આવી સ્થિતિ હાવાથી આત્મિક વિકાસને ફેલાવી શકતા નથી. પણ જો સૂર્ય સમાન, સમ્યજ્ઞાનને પ્રકાશ તેના ઉપર પડે તે તેમાં સત્તાયે રહેલ સદ્ગુણ્ણાના આવિર્ભાવ થાય અને અઢારે દોષોને દૂર કરીને સ્વપર ઉદ્ધારક ખને.
For Private And Personal Use Only