________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
રહેશે નહી–રવતંત્ર બનશે. અત્યાર સુધી શક્તિઓ મેળવવાને માટે ઘણું ઉપાયે કર્યા પણ તેથી લાભ મળે નહી અને આત્મા દબાતે રહ્યો. વિષય-કષાયના સેવનથી તેમજ મેજમજામાં મગ્ન બનવાથી કદાપિ આત્મશકિતને પ્રાદુર્ભાવ થત નથી, ઉલટી શક્તિ દબાતી રહે છે. તેથી જે સુખની અભિલાષા છે તે પૂર્ણ થતી નથી અને ચિન્તામાં જીવન પસાર કરવું પડે છે. જ્યારે આત્મશકિતને આવિર્ભાવ થશે ત્યારે સુખની અભિલાષા પૂર્ણ થતી રહેશે માટે અન્યત્ર બારીઆ ન મારતાં મન-વચન અને કાયાને પ્રભુના ગુણેમાં અને પિતાના આત્માના ગુણેમાં સ્થિર કરે. વેગથીજ સર્વ શક્તિઓને પ્રાદુર્ભાવ થાય છે અને શકિતમાનની આગળ વિષય કષાયના વિકારેનું જેર ચાલતું નથી; અનુભવમાં પણ આવે છે કે મનની પ્રવૃત્તિ અને વચનની તથા કાયાની પ્રવૃત્તિને કાબુમાં રાખ્યા સિવાય કઈ પણ કાર્ય સધાતું નથી, તો આત્માની શક્તિના આવિભવ રૂપ કાર્ય કરવું છે તે મન, વચન અને કાયાને કાબુમાં રાખ્યા સિવાય કયાંથી બનશે ? સર્વ કાર્યોમાં ઉત્તમોત્તમ કાર્ય એ છે કે કઈ પણ ઉપાયે આત્મિક શકિતને ભાવ પ્રગટ કરે.
૪૭૨. સુખની અભિલાષાથી માણસે જે બાહા પદાર્થો મેળવવા પ્રયાસ કરી રહેલ છે તે નકામે છે. તેથી સુખની અભિલાષા પૂર્ણ થતી નથી, અધૂરીને અધૂરી રહે છે અને રહેવાની-કદાપિ વિલય પામવાની નહી. સત્ય સુખની પ્રાપ્તિ, અજ્ઞાનતાને નિવારી સમ્યજ્ઞાનદશામાં આવે ત્યારે થાય છે. અને જ્ઞાનપૂર્વક વર્તનમાં તત્પર બને ત્યારે સત્ય સુખને અનુભવ આવે છે, તે સિવાય માણસો પિતાને સુખી માનતા હોય
For Private And Personal Use Only