________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૨ પામ્યા પછી થાય છે, તથા તેની સાર્થકતા-સમકિતપૂર્વક વ્રતની આરાધનામાં છે; સમ્યકત્વ સિવાય મનુષ્ય ભવની ગણના થતી નથી, અને વ્રતની આરાધના વિના મનુષ્ય ભવની સાર્થકતા થતી નથી.
સમકિતપૂર્વક વ્રતની આરાધના, વિષય કક્ષાના વિકારોને હઠાવી સમત્વને ધારણ કરવાથી સારી રીતે થઈ શકે છે. જિનેશ્વર મહા પ્રભુજીની આજ્ઞાને માથે ઉઠાવી સમત્વને ધારણ કરીને આત્માને પરમાત્મા બનાવે ! જિનેશ્વરની આજ્ઞા આત્માને પરમાત્મારૂપ બનાવવાને માટે છે.
૫૮૯ જે પિતાને ડાહ્યા માનીને બીજાઓને ઉતારી પાડે છે, હલકા માને છે, તે ગાડા સમજવા. ડાહ્યા તે હલકાને ઉચ્ચ સ્થિતિમાં લાવી મૂકે, તિરસ્કાર ન કરતાં હલકાને સમજાવે; હૃદયમાં સમજાવવાની અભિલાષા પણ હોય એટલે તેઓ પ્રાપ્ત થએલું જ્ઞાન પચાવી શકે છે તેમ ગણાય.
મતિકલ્પના તે ધર્મ નથી. પરંતુ વીતરાગે કથન કરેલા આજ્ઞાનું પાલન કરવું તે જ ધર્મ છે, આરાધનાથી ધર્મ થાય, પણ કલ્પનાથી થાય નહી.
૫૦. સુજ્ઞ મનુષ્ય નિર્ધનતા હેતે પણ પરદ્રવ્યને છે પણ નહી. યુવાવસ્થા હોતે ઇન્દ્રિયોને વશ બને નહી પણ તેના વિષના વિકારને કબજે કરે.
સંગોને વશ થાય નહી પણ સગાના સ્વામી બને અને કારણ આવે તેપણ અસત્ય, માયા, પ્રપંચ કરે નહી;
For Private And Personal Use Only