________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ આવા ત્યાગીઓ ભલે અકિંચનતાની પ્રશંસા કરતા હોય પરંતુ તેઓને ત્યાગીને અધિકાર મળતું નથી.
ધનાદિકની આશા રાખીને ત્યાગી બનનાર વ્યક્તિ, આત્મિક વિકાસને સાધી શક્યું નથી. અને તેની અધિકાધિક આસક્તિ વધતી રહે છે. તેની કદાપિ આશારૂપી ગત પૂર્ણ થતી નથી. અને પૂર્ણ થશે પણ નહી. માટે આળસ-પ્રમાદ–અદેખાઈ કંકાસાદિને ત્યાગ કરીને સાચા ત્યાગી તરીકે શ્રીમંતાઈને ભેગ.
૩૩૬. અજ્ઞાનતા-માયા-મમતા વિગેરે દરિદ્રતાને લાવી અધોગતિમાં લઈ જાય છે. ધનાદિક સંગે મળે તે પણ માયા-મમતા રાગ-દ્વેષ અને મેહ ખસતે નથી. ખસશે તે સમ્યજ્ઞાન પૂર્વક ત્યાગ વૃત્તિ ધારણ કરવાથી જ.
કંગાલતા તથા પાપાચારના વિચારો આપણું અનંતશુદ્ધિના દ્વાર બંધ કરે છે, તે દ્વારને ખુલ્લાં કરવા હોય તે પાપાચારેને ત્યાગ કરે.
૩૩૭. આશાવાદ ગુપ્ત શક્તિને પ્રાદુર્ભાવ કરે છે. તેમજ આશા વડે પણ આત્મ વિકાસ સાધવાના સાધને મળી આવે છે. આશામાં ચૈતન્યને મેળાપ છે; નિરાશાવાદમાં તે એકેય કાર્ય રીતસર સધાતું નથી, અને સાધવા માંડે તે અપૂર્ણ રહી જાય. નિરાશાવાદ-તે મૃત્યુને ઘંટનાદ છે.
તમારું આરોગ્ય નષ્ટ થએલ હેય, ધનાદિક નાશ પામેલ હાય, અગર વિપત્તિઓના વાદળમાં ઘેરાએલ છે તે પણ જે આશા અને શ્રદ્ધા હશે તે પુનઃ પ્રાપ્ત કરી શકશે. એટલે
For Private And Personal Use Only