________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩ સંપને વધારવા પ્રયાસ કરે છે. માટે પશુવૃત્તિને ત્યાગ કરવા માટે માણસાઈ મેળવવા, પ્રથમ ન્યાયસંપન્ન વૈભવપૂર્વક– વ્યવહાર રાખવે અને વ્યાપાર કરે. પાપરતા, પાંચ ઈન્દ્રિય પર જય મેળવે, એકતા વધારવી, અને સર્વ પ્રાણુઓ પર મૈત્રીભાવના રાખવી, પ્રતિકુળવર્ગનું ખરાબ ચિવવું નહી, વિનય–શાંતતા-સરલતા-સંતેષાદિને ધારણ કરવા તે માણસાઈને પ્રાપ્ત કરવાના ઉપાયે છે. આવા ગુણોને પ્રાપ્ત કરવાથી દિવ્યતાને આવિર્ભાવ થતું રહે છે, માટે માણસાઈના ગુણોને પ્રાપ્ત કરવા હમેશાં ભાવના ભાવે. કેઈ મનુષ્ય ભવમાં જે ધારે તે મનુષ્યત્વના તેમજ દિવ્યતાના ગુણેને આવિર્ભાવ કરવાની તમારામાં તાકાત છે, પણ ચાર સંજ્ઞાઓમાં જે તમો અત્યંત પ્રેમ રાખીને આસકત બન્યા છે તેને જ્યારે ત્યાગ કરશે ત્યારે જ તે શકિત પ્રગટ થશે અને ઉત્તરોત્તર પરમાત્મપદના અધિકારી બનશે. આત્મિક શક્તિઓને પ્રયાસ કરીને પ્રાપ્ત કરવી તે મનુષ્યનું અનન્ય કર્તવ્ય છે અને જવાબદારી છે. સાધને સુંદર મળ્યા છે, નિમિત્તે પણ મનહર છે, તેને લાભ લઈને દિવ્યતાને પ્રગટ કરે. - ૭૯૫. દશ પ્રાણેને ધારણ કરનાર તથા ચાર-૬૭-૮-૯ પ્રાણેને ધારણ કરનાર સર્વે જીવ કહેવાય, અને જ્યાં સુધી જીવ છે, ત્યાં સુધી જંજાળ રહેવાની જ. કારણ કે તેઓને હજી ભાવપ્રાણેને પ્રાદુર્ભાવ થયો નથી ત્યાંસુધી જન્મજરા-મરણ જન્ય આધિ-વ્યાધિ ઉપાધિની વિડંબનાઓ ટળતી નથી અને જીવ તે શિવ થતું નથી. શિવ એટલે જન્મ-જરા અને મરણાદિકથી મુક્ત; તમારે શિવ
For Private And Personal Use Only