________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૬ અવસર છે. જે તે દેને ટાળવા માટે પ્રયાસ નહીં કરો તો દેવાદિક ગતિઓમાં અવસર મળશે નહી તેમજ ઉત્તમ સાધન પણ પ્રાપ્ત થશે નહી. આ મનુષ્ય ભવમાં જ સાધને અને અવસર મળી શકે એમ છે, માટે વૃથા વખતને ગુમાવે નહીં. વિકથાની વાતમાં અને વિષય કષાયની આસક્તિમાં અને કાળ ગુમાવ્યું. પણ આત્મકલ્યાણ સધાયું નહીં. બસ, ઘણું થયું, વિચાર અને વિવેક કરે. જ્યાં ઘણે સહવાસપરિચય છે, ત્યાં અવજ્ઞા-અરુચિ આવીને હાજર થાય છે. માટે સર્વ સંગેના પ્રેમને તથા પરિચય-સહવાસને ત્યાગ કરી આત્મિક ગુણોને સહવાસ-પરિચય અને પ્રેમને જગાડે જેથી અવજ્ઞા અરુચિ કે ખેદાદિકથશે નહી, પણ અધિકાધિક પ્રેમ વધતું રહેશે અને તેવા સહવાસ-પરિચયને ત્યાગ કરવાનું ગમશે નહીં. સત્ય વસ્તુમાં પ્રેમ વધતું રહે છે, એ છે થતું નથી. જેઓ આત્મતત્વને બરાબર ઓળખીને તેને આવિર્ભાવ કરવા માટે સદાય નિયમબદ્ધ બની મન વચન અને કાયાને તાબે ન થતાં આત્માના ગુણેમાં સ્થિર થાય છે તેઓની પાસે અનુપમ સત્તા–સાહયબી-શક્તિ આવીને ઉપસ્થિત થાય તેમાં નવાઈ નથી.
૭૭૯, વૈર્યને ધારણ કરવાપૂર્વક ઉદ્યમશીલ માણસને દુર્ભાગ્ય નડતું નથી અને પરોપકારાદિક ધાર્મિક કાર્યો કરતાં ભાગ્ય વધતું રહે છે. ધનિક હોય કે શૂરવીર ગણતા હોય પણ જે ધેર્યને ધારણ કરે નહી અને ઉદ્યમશીલ હોય નહી તે ભાગ્ય ખસતાં દુર્ભાગ્ય હાજર થાય છે, માટે ધીરજને ધારણ કરી ઉદ્યમશીલ બનવું.
For Private And Personal Use Only