________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ૮
છે. આવી ઓળખાણ સિવાય અનંતકાલ વ્યતીત થયે પણ આપણે આગળ વધ્યા નહિ, અને આત્મવિકાસ સાથે નહી, વ્યાવહારિક કાર્યોમાં પણ વિવેકની જરૂર રહે છે. વિવેક ન હોય તે વિવિધ પ્રકારની આધિ-વ્યાધિઓ આવીને ઘેરે ઘાલે છે.
૬૩. મનના સદ્વિચારથી જ બ્રહ્મચર્ય પાલી શકાય છે અને બ્રહ્મચર્યના પાલનથી મનના સદ્વિચારે દદ થાય છે, માનસિક દઢતાથી આત્મિક વિકાસ સધાતે રહે છે, તેથી કર્મનિર્જરામાં બાધ આવતું નથી, માટે સારા નિમિત્તને પ્રાપ્ત કરી સદ્વિચારેને ધારણ કરવા પૂર્વક બ્રહ્મચર્યને પાળવામાં કટ્ટીબદ્ધ બનવું તે આવશ્યક છે; કારણ કે બ્રહ્મચર્યને સહારે આત્મવિકાસમાં અનન્યભાવે છે.
૬૦. સંયમથી જ યુવાવસ્થા, સફલતાને ધારણ કરે છે. જે યુવાન શકય સંયમની આરાધના કરે છે, તેની પાસે ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ આપોઆપ આવીને ઉપસ્થિત થાય છે; આધિ-વ્યાધિ અને વિડંબનાઓ ભાગતી ફરે છે, તેથી તે યુવાન જગમાં શાસ્પદ અને પ્રશંસા પાત્ર બને છે. સૌદર્ય પણ સંયમથી શોભે છે, સંયમ સિવાયનું સૌદંર્ય શા કામનું? વસ્ત્રાભૂષણ પણ સંયમથી શેભે છે; સંયમ તે જ ચારિત્ર કહેવાય, અને ચારિત્રથી સમ્યગ જ્ઞાની તથા સમક્રિી સારા પ્રમાણમાં નિર્જરાને કરીને આત્મસાધનામાં આગળ વધતા રહે છે.
પ્રભુના દાસ જે હોય તે સરચારિત્રથી પ્રભુ સરખા થાય છે. અને અનંત શક્તિના સ્વામી બની અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only