________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
ઓળખવાની ઈચ્છા થાય—અને તમન્ના-લગની લાગે તે જ શકિત મેળવી શકે.
જડ ચેતનને વિવેક જાગ્રત થાય ત્યારે જ સત્ય શક્તિની ઓળખાણ થાય છે, સર્વ મમતાને ત્યાગ કરવાની રુચિ જાગે છે અને રુચિ પ્રમાણે આદર ભાવ વધતાં વધારે પ્રયાસ થાય છે, સત્ય શક્તિ આત્માને બલિષ્ઠ બનાવે છે, તે માટે મહેનત કરે. આત્માથીને તે જડ ચેતનના વિવેકની પ્રથમ જરૂર રહેવાની જ, કારણ તે વિના આગળ વધવું અશકય છે.
૨૦૪. તમારે કેઈ આવેશમાં આવીને તિરસ્કાર કરે, અગર ધિક્કારના વચને બેલે અગર તાડના–તર્જના કરવા તૈયાર થાય ત્યારે શાંત રહેવાની ખાસ જરૂર છે, કારણ કે જે માણસે તિરસ્કાર વિગેરે આવેશમાં આવી કરેલ છે, તે વખતે બંધાએલ કર્મ અને પિતે જાતે કષાયના આવેશથી ઉત્પન્ન કરેલ કર્મ તેને મારશે અને બરોબર શિક્ષા કરશે. તમારે બદલે લેવાની કે ડંખ રાખવાની જરૂર નથી; આપણી તરફથી બીજી વ્યક્તિ, શિક્ષા કરતી હોય તે આપણે શા માટે આવેશ ધારણ કરે? અને નવીન કર્મો બાંધવાના કારણે સેવવા? તમે મૌન રહેશે અગર શાંત બની કમેના સ્વભાવને ખ્યાલ કરશે તે સઘળું સમજાશે, નવાં કર્મો બંધાશે નહી-અને આત્મા શકિતમાન બનશે તે વખતે એર આનંદ આવશે. - કષાયના આવેશથી બદલે લઈ શકાતું નથી, ઉલ્ટા આપણે પણ કર્મના બંધનમાં આવવું પડે છે, તે કર્મથી ઉત્પન્ન થએલ વેર પરંપરા ભવભવ સાલે છે. અને ભાભવ ચાર ગતિમાં
For Private And Personal Use Only