________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટકી શકે છે. વાવાઝોડાથી પડી જતું નથી, તે પ્રમાણે જેની ધર્મભાવના દઢ હોય છે તે ભાગ્યશાલી ગમે તેવી આફતમાં ટકી રહે છે, માટે સ્વસ્થાનમાં સ્થિર રહે-વૃથા બહાર ભટકે નહી. સંસારના મૌલિક કારણોનું ભાન થવાપૂર્વક તે કારણોને જે ત્યાગ કરવા તૈયાર થવાય તે રાગ-દ્વેષ અને મેહાદિકના વિચારો અને વિકારે ટળવા માંડે છે અને માનસિક વૃત્તિઓ વિલય પામતી જાય છે. માટે પીડાએ ગમતી ન હોય તે અને વિડંબનાઓને દૂર કરવી હોય તે સંસારના હેતુઓને બરાબર જાણીને દૂર કરે, અને સ્વસ્થાનમાં સ્થિર થાઓ.
૭૦૧. રાગ-દ્વેષ અને મહાદિકને દુર કરવાની ભાવનાઓ, જ્યાં સુધી મોક્ષ મળે નહી ત્યાંસુધી ઉત્તરોત્તર અનુકૂળતાની સામગ્રી અર્પણ કરવાપૂર્વક અનંત ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ અર્પણ કરે છે; માટે વ્યાવહારિક કાર્યોમાં રાગ-દ્વેષ અને મેહની શક્તિને હરાવવા માટે મોક્ષની ભાવના ભાવે; સદ્વિચારે તમને સવર્તનમાં જોડાશે અને સદ્વર્તનથી ઉત્તરત્તર અનુકૂળ સારી–સત્યસુખદાયી સામગ્રી મળી આવશે. - ૭૦૨. નિમિત્તા પર તમારી નજર પડે છે અને સારી નઠારી કલ્પના કરે છે તેથી જ તેને નઠારી માનતાં શ્રેષ થાય છે–અને સારી માનતાં રાગ થાય છે–આવી કલ્પનાનું કારણ કર્મ છે-અને તે સંસારનું મૂળ કારણ છે.
ઇન્દ્રિયના વિષયના વિકારને સારી રીતે જાણનાર અને સંગોની વિષમતાને જાણનાર માનવી પ્રાયઃ કુવિકપમાં પડતું
For Private And Personal Use Only