________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ દરેક પ્રકારે ઓળખ્યા પછી કદાહને પકડી રાખ અને જીવન પર્યત તેને ત્યાગ કરવો નહી તે અનંતામુબધી માન કહી શકાય-આ માન દરેક પ્રકારે મારે.
૧૧૬. કઈ પણ વસ્તુને સંપૂર્ણ નાશ થતું નથી. અને નાશ થયાનું માનવું તે મિથ્યાત્વ છે, પરંતુ તે વસ્તુના પર્યાય બદલાય છે તેને નાશ માનનાર જ્ઞાની કેમ કહેવાય? પુદ્ગલેની આકૃતિ બદલાય છે, પણ તેના પરમાણુઓ તે જગતમાં કાયમ રહેવાનાજ. માટે વસ્તુઓના પર્યાય બદલાય ત્યારે શેક પરિતાપ કરે તે મૂર્ખતા કહેવાય. સમ્પયજ્ઞાનીને તે ઈષ્ટ વસ્તુઓ મળે તે પણ હર્ષ થતું નથી તેમજ તેના પર્યાય બદલાય તે પણ શોક થતું નથી.
૧૧૭. અંતર તપાસે કે જન્મમરણની કલ્પના ક્યા કારણે ઉત્પન્ન થઇ અને આધિ-વ્યાધિ અને ઉપાધિમાં ક્યા કારણથી અત્યંત રાગ થયે તેમજ વિષય-કષાયમાં કયા કારણથી લપટાવું થયું? કહેવું પડશે કે, આપણું અજ્ઞાનતા અને અવળી ચાલ અનાદિકાલીન છે; તેથી હવે સમ્યજ્ઞાન મેળવું, અને પ્રબલ પુરુષાર્થ કરીને સંયમને સારી રીતે પાળુંઆવી ભાવના ભાવવી, તેનાથી અજ્ઞાનતા અને મિથ્યા કલપના થતી નથી અને આત્મા બળવાન બને છે.
૧૧૮. પાણીના ઉડા તળીએ પહેલાં રને, પાણીની મલિનતાથી દેખાતા નથી. તે મલિનતા જ્યારે દૂર કરવામાં આવે ત્યારેજ માલુમ પડે છે અને માલુમ પડ્યા પછી તેઓને ગ્રહણ કરવા પ્રબલ પુરુષાર્થ થાય છે.
થયું છે. તે છે, તે સારી રીતે બના
For Private And Personal Use Only