________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાળા અને સંતોષીના ઘેર જઈ બે રૂપિયા આપવા લાગ્યા ત્યારે તે શ્રાવક-શ્રાવિકાએ કહ્યું કે અમારે પરિગ્રહનું પરિમાણ છે અને એટલું પ્રાપ્ત થએલ છે તેથી અમને સંતોષની સાથે સત્ય સુખને અનુભવ આવે છે, અધિક માટે અમારી બકુલ ઈરછા નથી અને આજીવિકા પુરતું અમને મળી રહે છે; તમારી માફક સાત પેઢી સુધી ચાલે તેવી સંપત્તિની ઈચ્છા નથી. આ મુજબ વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની વાણી સાંભળી આવેલા શેઠને અસર થઈ અને વિચાર કરવા લાગ્યા કે હું રૂપિયા આપું છું તે પણ લેતાં નથી અને રૂપિયા માટે દર
જ વલેપાત કર્યા કરૂં છું; આ મુજબ શેઠ સ્વઘરમાં પાછા આવ્યા અને શ્રાવક-શ્રાવિકાએ લીધેલા વ્રતની પ્રશંસા સાથે બીને કહી અને કહેવા લાગ્યા કે, અત્યાર સુધી ભ્રમણને લઈને પાપારંભેમાં પ્રયાણ કર્યું અને સંતેષ વ્રતને ભૂલી ધનાદિકમાં આસક્તિને ધારણ કરીને સતેષાદિકના સાધને વિસાયં; સાત પેઢી કેણે દેખી હશે? ત્યાંસુધી ધન રહેશે કે નહી રહે! તેની ખબર નથી. છતાં ધાર્મિક ક્રિયાને ત્યાગ કરી પાપારંભેમાં પડતું મૂકયું; હવે હું પણ પરિગ્રહ પરિમાણનું વ્રત લઈ સંતેષી બનું; આ પ્રમાણે કહી શેઠે ગુરુ પાસે વ્રત લીધું અને સારી રીતે પાલન કરવા લાગ્યા તેથી સાત પેઢીની લ્હાય-ચિન્તા શાંત બની આનંદમાં રહેવા લાગ્યા. તે પ્રમાણે અનુબે પણ પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રતને ધારણ કરે તે બીજે જરૂરી પાપબંધ થતો અટકે-પુણ્યના માર્ગે પ્રયાણુ થાયઆશા, આકાશની માફક અનંત છે. આશાએ સફલ થતાં વધતી રહે છે પણ ઘટતી નથી
For Private And Personal Use Only