________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩e
વૃત્તિવાળે છું; આડકતરી રીતે ઉપકાર-સેવાને બદલે લેવાની મારી ઈચ્છા નથી અને તમે એ પ્રકારાન્તરે મારા પર અને મંગાવી ઉપકાર કર્યો, તે સારું કર્યું નહી; સેવાના ફળની પ્રાપ્તિમાં હાનિ પહોંચાડી, તમે જાણે છે કે નિષ્કામભાવે સેવા કરનારને, આત્મા વિકાસ પામે છે; આન્નતિમાં આગળ વધે છે અને સેવા-ભક્તિને બદલે લેવામાં અગર તેની અભિલાષા રાખનારને યથાર્થ ફળ મળતું નથી, છતાં આટલે ઉપકાર કરી કેઈપણ બહાને ઘોડાને મંગાવી આપે, તેમાં મને લાભ નથી પણ હાનિ થએલ છે; માટે તમારી પ્રતિજ્ઞા, મારા પર પ્રેમથી ભૂલાઈ છે, જેથી ચાતુર્માસ ઉતર્યા પછી બીજે સ્થલે જવું ! આ પ્રમાણે સંન્યાસી સાંભળીને તે ભક્તની મનમાં અનુદના કરવા લાગ્યા; આ પ્રમાણે જેઓ નિષ્કામભાવે ભક્તજને, સુદેવગુરુ અને ધર્મની સેવા-ભક્તિને આજ્ઞાપૂર્વક કરે છે, તે ભાગ્યશાળી પિતાના આત્માને વિકાસ સાધવા સમર્થ બને છે; દુન્યવી સંપત્તિ, વૈભવ સ્વયમેવ આવીને હાજર થાય છે, અને આધિ-વ્યાધિ-ઉપાધિની વિડંબનાઓ આવી શકતી નથી; માટે આશંસા રહિત દાન-સેવા-ભકિત કરવી જોઈએ; જેઓને નિષ્કામભાવે પ્રભુભક્તિ સેવા વિગેરે કરવાની ઈચ્છા નથી, તેઓ ભલે સેવા ભક્તિ કરે અને મનમાં માને કે અમે સેવા ભક્તિ સારી કરીએ છીએ, તેથી અમે સુખી બનીશું અને વિડંબનાઓ ટળી જશે; પણ આશંસા સહિત કરેલ ભક્તિ-સેવા, વિડંબનાઓને કયાંથી ટાળી શકે? પિસા મળે પણ પાપ ખસે નહી–અને પાપથી શાક સંતાપ-દુઃખ વિગેરે ઉપસ્થિત થાય છે; નદકની માફક-એક શહેરમાં
For Private And Personal Use Only