________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧ એને ભોગવવી ન પડે માટે અત્યારથી ચેતે, જાગે, અને અનંત સુખને પ્રાપ્ત કરે.
૩ર૩. કર્મના બંધનને દૂર કરવાનું ભૂલીને જે પંડિત થએલ હેય-અગર સંપત્તિમાન હોય અગર રાજા મહારાજાઓ થએલ હોય તેઓ સ્વપરને ભયંકર બને છે. સંપત્તિ મેળવવી અગર વિવિધ પ્રકારની વિદ્યાઓ ભણવી, અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરવી તે તે સહેલી છે પણ કર્મના બંધનેને તેડવા દુષ્કર છે. તેથી કર્મના બંધનને તેડવાનું ધ્યેય ભૂલીને અનેક પ્રકારે પ્રયાસ કરી સુખી બનવાની આશાએ કરનાર પ્રથમ પિતાનાજ આત્મા માટે ભદ્રકર ન બનતાં ભયંકર બને છે અને બીજા એને પણ ભયંકર બની અધોગતિનું ભાજન બને છે. કારણ કે, કર્મના બંધનને તેડવાનું ભૂલી જે જે સંપત્તિઓ મેળવે છે, વિભવ વિલાસમાં મહાલે છે તેમાં અઢારે પાપ સ્થાનકેનું સેવન હોય છે અને અઢારે પાપસ્થાનકોનું સેવન કરીને સુખની અભિલાષાઓ, મનુષ્ય કર્યા કરે છે, તે આશાએ ક્યાંથી ફલીભૂત થાય? જે સંપત્તિ, જે સુખ, અને મહત્તા કર્મોના વિયેગથી મળવાની છે તે પાપસ્થાનકેનું સેવન કરવાથી ક્યાંથી મળે? મળે જ નહી. માટે જે તમે એ પંડિતાઈ મેળવી છે અગર સંપત્તિના સ્વામી બન્યા છે અગર શેઠ-સોદાગર બન્યા છે, તે તે ઠીક છે, પણ ઉપરોક્ત દયેયને વિસરતા નહી. નાહીતર મહા મહેનતે મેળવેલ સંપત્તિ અગર સિદ્ધિઓ અગર વિભવવિલાસે તમેનેજ પ્રથમ દગો દેશે, એ ખ્યાલમાં રાખજે; કારણ કે થેય વિનાની મેળવેલી સાહાબી, અહંકાર-અભિમાન-માયામમતા વિગેરે લાવી હાજર કરે છે અને તેઓમાં સપડાવું પડે છે.
For Private And Personal Use Only