________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬ પૈસાવાળા શ્રીમંતેની સંપત્તિ-પૈસા તિજોરીમાં હોય છે ત્યારે મમત્વવાલા શ્રીમંતનું ધન, હૃદયમાં અને તિજોરીમાં પણ હોય છે. હૃદયમાં રહેલા ધનના ભારથી વિષમતાના પ્રસંગે એ હૃદય બંધ પણ પડી જાય એમાં નવાઈ નથી. અનન્ય ભાવે મમત્વને ત્યાગ કરનારને, સમય મળતાં પરિગ્રહને ત્યાગ કરતા વિલંબ થતું નથી અને ત્યાગ કરવાથી આતરિક સદ્દગુણે હાજર થાય છે, તેથી આધિ, વ્યાધિ, વલેપાત-વિડંબનાઓને આવવાને અવકાશ મળતું નથી, કારણ કે તેના કારણે અનન્યભાવે ત્યાગ કરેલ છે.
૭૩૭. સત્ય સુખ શાંતિ, તમારી પાસે સોના મહેરાને ખજાને ને તેની રાશિ તથા બંગલા-ગાડીઘેડા-મટને માગતી નથી તેમજ પુત્ર પરિવારાદિકને માગતી નથી. માગે છે તેષ; તેને મેળવવા માટે કેટલે મમત્વને ત્યાગ કર્યો? કેટલે અહંકારને ત્યાગ કર્યો? જેટલા અશે તેને ત્યાગ કરશે, તેટલા અંશે સતેષ વયમેવ આવશે.
સંતોષી સદાય સુખી-આ કહેવત સાચી છે. આ સિવાય ચક્રવર્તીના જેવી સાહ્યબી હશે અને સુખી બનવાની આશા હશે, પણ આધિ-વ્યાધિ આવીને વળગવાની જ; માટે ભલે તમારી પાસે દેવતાઈ ત્રાદ્ધિ હોય અગર સાધારણ સ્થિતિ હોય તો પણ સતેષને ત્યાગ કરતા નહી. પંઢરપુરના સંકા અને બાંકાની માફક-ઇસ્વીસન ૧૯૧૩ની સાલે પંઢરપુરમાં રાંકા અને બાંકા નામે દંપતી રહેતા હતા. કેઈ એક સભ્ય જ્ઞાની અને સંતોષીના ઉપદેશ દ્વારા સતેષી બન્યા હતા, અને આજીવિકા સિવાય અધિક ધનની ચાહના રાખતા નડી, તેને તે માટીરૂપ માનતા.
For Private And Personal Use Only