________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૧ર વિકાસ થાય છે. જો તમે સમતા રાખી શાંતિના વિચાર કરે તે અશાતિને આવવાને અવકાશ ક્યાંથી મળે? જયાં શાંતિના વિચારે હેય છે ત્યાં અશાંતિના વિચાર આવી શક્તા નથી. જો તમારે આત્મન્નિતિના શિખરે આરૂઢ થવું હોય તે કદાપિ અશાંતિના વિચાર કરવા નહીં. કારણ કે વિચારના આધારે આગળ વધાય છે અને પાછળ પડાય છે. અશાંતિના વિચારથી બળવાન-બુદ્ધિમાન અને સમૃદ્ધિમાનો પણ દરેક કાર્યોમાં સફ લતા મેળવી શક્તા નથી. ધારેલા કાર્યો અધૂરાંજ રહે છે. - ૩૬૪. ધર્મ પ્રેમને ધારણ કરવું તે આપણા જીવનને સ્વભાવિક નિયમ છે અને તે જ પ્રેમના આધારે આપણે આગળ વધ્યા છીએ અને તેથી ઉન્નતિ પામીને વપરનું કલ્યાણ સાધી શકીશું નહી તે આપણા જીવનના વ્યાવહારિક કાર્યો વ્યવસ્થિત બનશે નહી અને અવ્યવસ્થિત બનતા હોવાથી જરૂર કંટાળો આવશે, તેમજ માનસિકવૃત્તિ સ્થિરતાને ધારણ કરશે નહી. માનસિક વૃત્તિ સ્થિર હોય તે, બે દિવસના કાર્યો બે કલાકમાં સંપૂર્ણ બને છે. ધર્મ પ્રેમને ધારણ કરે તે અમૃત સમાન છે, તેમાં વેર વિરોધાદિકને હઠાવાની સારી તાકાત રહેલી છે; માટે મમતાને ત્યાગ કરીને પ્રેમને ધારણ કરે.
૩૬૫. પ્રતિદિને બેઘડી પણ તમારા વિચારોને આરામ આપજે તમારી માનસિક વૃત્તિઓને સ્થિર કરજે, તેનાથી માનસિક વિચારે નિર્મલ અને બળવાન બનશે અને મનના વિકારો આપ આપ ટળવા માંડશે.
૩૬૬, શ્રદ્ધાવિનાનું જ્ઞાન, સફલતાને ધારણ કરવા સમર્થ
For Private And Personal Use Only