________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
વા.
૧૭૬ ૨૭. પુણ્યને વેડફી નાખશે નહી. આવતી કાલે જેની જરૂર પડશે તે વસ્તુ આજે વાપરી નાંખવી નહી લીધું. દષ્ટિથી અને સંભાળપૂર્વક જે ભવિષ્યમાં ખપમાં આવે તેને સંગ્રહી રાખવી કે જેથી ચિન્તા વિગેરે થાય નહી અને સત્યશાંતિ રહે. જેઓ ભાવિમાં ખપમાં આવે તેવી વસ્તુ જે પુણ્ય છે, તેને વેડફી નાખે છે, તેનું ભાવિ સારું નીવડતું નથી.
ર૭૫. અનાજથી પેટ ભરાએલ હોય તે, બુદ્ધિ-બલ લાજ-નેહ-સુખ-વિભવ-વિલાસ ગમે છે તે પ્રમાણે આત્મજ્ઞાનથી આત્મા ભરપૂર હોય તે, સારૂએ વિશ્વ સુખરૂપ લાગે છે. રાગ-દ્વેષ અને મેહના વિકારો ઉપશાંત થાય છે અને આધિ રહેતી નથી.
૨૭૬. અવસર ગુમાવવો તે જીદંગી ગુમાવવા જેવું છે. તથા રાગ-દ્વેષ અને મેહમાં જીદંગી ગુમાવવી તે આત્માને ગુમાવવા જેવું છે. અવસર જે જાણે છે તે આત્મહિત કરવા સમર્થ બને છે અને અનુક્રમે આત્મસત્તાને મેળવી મેળવી સ્વતંત્ર થાય છે.
જેને અવસરની કિંમત નથી, તે પિતાના જીવનની કિંમત ક્યાંથી જાણી શકે? અને જેને જીવનની કિંમત નથી, તેને આત્માના તાવની કિંમત હેય કયાંથી? માટે અવસર પામીને જેઓ આળસ કરે તે મૂખમાં પહેલા છે.
૨૭૭. રમત-ગમતમાં-વિષય વિલાસમાં જે સુખ ભાસે છે, તેના કરતાં આત્માનું લક્ષ રાખીને જે સ્થિરતા સહિત ધાર્મિક ક્રિયાઓ કરે છે, તેઓને અનંત સુખ ભાસે છે; કારણ
For Private And Personal Use Only