________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯ ઉપાયને દૂર કરવા પ્રયત્ન કરતા નથી, તે પછી દુઃખ કયાંથી ટળે? જેવા ઉપાયે કરવામાં આવે તેવાં કાર્યો થાય છે, માટે એવા ઉપાયે કરે કે, દુઃખ સર્વદા-સર્વથા અને સર્વત્ર રહે નહી.
૪૩૩. મન મર્કટના તર્કટો મટે ત્યારે માનવીઓની મુંઝવણ મટે છે-નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે, અને પરમ શાંતિ આવીને ભેટે છે માટે તે તર્કટને ટાળવા માટે તમેએ મનુષ્યભવ પામીને કે પ્રયત્ન કર્યો? જેટલા પ્રયત્ન કર્યા તેથી તે તર્કટે વધ્યા પણ ઘટ્યા નહીં. માટે જે પ્રયત્ન કરે છે તે મન મર્કટના તર્કટે મટાડનાર નથી. આમ સમજી વસ્તુને વસ્તુગતે સમજવા અને મેહ-મમતાને ત્યાગ કરવા પ્રયાસ કરે. તમારે પ્રયાસ સફલ થશે અને મન મર્કટ પણ કબજામાં આવશે, તેની સાથે રહેલી કાયા પણ કબજામાં રહેશે-આ પ્રમાણે થવાથી આત્મબળ વધશે અને વિકાસ પામશે.
૪૩૪. મનુષ્ય બે રીતે દુખી બને છે. એક તે ભાગ્ય કરતાં અધિક મેળવવાની ઈચછા હોવાથી અને માગણી કરતે હોવાથી તેમજ પ્રયત્ન-પુરુષાર્થ કરતાં વધારે આશા હેવાથી, અથારે પ્રાપ્ત થાય નહી ત્યારે પરિતાપ કરવામાં બાકી રાખતો નથી. ભાગ્યાનુસાર અને પ્રયત્ન અનુસારે જે મળેલ છે તેમાં સંતેષી જે છે તે સુખી છે, પણ અધિક ઇચ્છા રાખનારને સતેષ નહી લેવાથી પિતાની પાસે હેતે છતે દુઃખ માનનારને સુખ હોય ક્યાંથી? માટે ભાગ્ય અને પ્રયત્ન વડે જે મળેલ છે, તેમાં સંતોષ રાખવે તે સુખની નિશાની છે..
૪૩૫, સગે તથા સાધને સારામાં સારા મળ્યા
For Private And Personal Use Only