________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२०२ જે પાછું વાળીને તપાસ કરે તે અગર સન્માર્ગને સમજાવનાર સદ્દગુરુની વાણું શ્રવણ કરે તે તે ઉન્માર્ગને ત્યાગ કરીને સન્માર્ગે વળે.
સદ્દવિચાર ચારિત્ર પર અસર કરે છે, તેમાં પરિવર્તન લાવે છે અને શરીરને પણ આરોગ્ય અર્પણ કરે છે, મનના આરોગ્યથી શારીરિક આરોગ્યની વૃદ્ધિ પામે છે. તેથી ઉદાસીનતા-ભય-શંકાદિને અવકાશ મળતું નથી. ફુરણામાં વિકાસ સધાતે રહે છે.
૩૩૯. આપણું શરીરમાં તથા અન્તઃકરણમાં એવી અચિત્ય શકિત રહેલી છે કે, તે કદાપિ નષ્ટ થતી નથી-પતિત બનતી નથી. અનેક ઉપાયથી બળતી નથી તથા અન્યને બાળતી નથી, શેષણ પામતી નથી અને અન્ય કેઈને સુકાવતી નથી. જે બળતી કે બાળતી હોય નાશ પામતી હોય કે નાશ કરતી હોય તે પીગલિક શક્તિ માટે, તેની પરાધીનતાને હઠાવવા માટે પ્રયાસ કરવાની જરૂર છે.
૩૪. પરમ કલ્યાણમય અને અનંત સુખ સમૃદ્ધિને આપનાર જે મેક્ષ સ્થિતિ છે તેને પ્રાપ્ત કરવાને આપણને હક્ક છે, અને પ્રાપ્ત કરી શકીએ એમ છીએ પરંતુ તે તરફને પ્રયત્ન હોય તે જ; તે સ્થિતિમાં લાવી મૂકનારા વિષયને વિરાગ તથા કષાયના ત્યાગથી પ્રગટ થએલ આત્મવિકાસને પ્રભાવ આપણે અનુભવીએ છીએ.
આપણી કલહ કંકાસભરી અને વિવિધ ધમાલવાળી સ્થિતિમાંથી ઉન્નત પરિસ્થિતિમાં લાવી મૂકનાર અને અનંત
For Private And Personal Use Only