________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯
ગુરુ સામે બેલનાર તથા દરેક બાબતમાં સામે પડનાર, ૫ દેવગુરુ અને ધર્મના અવગુણ બોલનાર, ૬ માતપિતાને માટે થયા પછી પ્રહાર કરનાર, ૭ અનાચારથી ઉત્પન્ન થએલ સંતાનઆવા મનુષ્યમાં ધર્મના સંસ્કાર પ્રાયઃ પડતા નથી.
૫૮૩. લક્ષમી આવ્યા પછી, પ્રાયઃ સાત વસ્તુઓ પર અભાવ થાય છે. પ્રથમની સ્ત્રી, મિત્ર, ઘર, શય્યા, વસ્ત્ર, પાત્ર અને આહાર વિગેરે લક્ષમીવાનેને ગમતા નથી, એટલે નવા વસાવવાની અભિલાષા થાય છે.
૫૮૪. સાત વસ્તુઓને જાહેર કરનાર, અગર સ્વજન વર્ગને કહેનાર સમાજમાં હાંસીપાત્ર બની મૂર્ખ કહેવાય છે. ૧ અન્ય વડે છેતરાએલ માણસ બીજાને કહેનાર, ૨ વસ્ત્રીની ખાનગી વાત બીજાને કહેનાર ભલે પછી મિત્ર હોય કે સ્વજન વર્ગ હોય, ૩ કઈ ગુપ્ત વાતને જાણ્યા પછી જાહેર કરનાર, ૪ પિતાના અપમાનની વાત અન્ય આગળ કહેનાર, ૫ દરિદ્રતા તથા પિતાની હાનિની બીના કહેનાર, ૬ અનર્થ થાય, કલહ-કંકાસ વિગેરે થાય એવી વાત કહેનાર, ૭ પિતાના ઘરની છાની વાત કહેનાર તથા બીજી પેઢીમાં રૂપિયા જમે મૂકીને તગા કરનાર.
૫૫. પાંચ ઈન્દ્રિય અને માનસિક વૃત્તિઓ ઉપર કાબુ મેળવાય નહી, ત્યાં સુધી સ્વતંત્ર તમે બન્યા છે, તે કહેવાશે નહી. કારણ કે તેઓના તમ સ્વામી નથી, પણું ગુલામ છો. માટે સ્વતંત્ર બનવું હોય તે, ઈન્દ્રિયેના અને મનના વિકારને જીતવા માટે પ્રયાસ કરે.
For Private And Personal Use Only