________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪ ૪૪૮ કેધ-માન-માયા અને લોભ, શરીરના અને મનના વેગને વધારે છે–ત્યારે મનુષ્યને બેલવા-ચાલવાનું ભાન રહેતું નથી–અને પિતાને તેમજ પરને નુકશાન થાય–પીડાઓ થાય-અને. મરણાંત કષ્ટ આવે તેવું બેલી નાંખે છે, ત્યારે જે અહંકારને અભાવ હેય-અને માયા મમતાને અભાવ તથા સમતાભાવ હોય તે શારીરિક અને માનસિક પીડા શાંત થાય છે, બલવા ચાલવામાં વિવેક રહે છે, અને ગેરલાભ અટકી વપરાત્માને મહાન લાભ થાય છે-આત્માની શક્તિને આવિર્ભાવ થાય છે અને મેહ-મમતા તથા વિષયાસક્તિને દેશવટે મળે છે.
૪૪૯. કેટલીક વખત જનાપવાદથી તેમજ હલકા થવાના ભયથી કે લાજ શરમથી અનાચાર કરતાં અટકાય છે. પરંતુ તેથી આત્મિક લાભ થતું નથી–એ તે જ્યારે તે તે અનાચારથી ઘણું નુકશાનને ખ્યાલ રહે, તેમજ અત્યંત દુઃખ આવી પડશે એ ઉપગ રહે અને અનાચાર સેવાય નહી ત્યારે આત્મિક લાભ થાય. અનાચારના પ્રસંગે સમ્યાનપૂર્વક મન-વચન-અને કાયાને કબજે રાખે તે જ પાપ બંધ થતું અટકે અને પુણ્યબંધ તથા આત્મિક વિકાસ થાય.
૪૫૦. અનાચારને સેવતાં જે પાપભીરુ બને છે. તે કઈ દિવસે તેને ત્યાગ કરવાનો વિચાર અને પુરુષાર્થ કરે છે. પરંતુ જેઓ અનાચારને સેવીને ખુશી થાય છે અને તેમાં જ સુખશાંતિ માને છે, તે કદાપિ અનાચારોથી પાછા હઠતા નથી. અને પાપથંકમાં અધિકતર લેવાતા રહે છે-તેઓને સત્ય શાંતિ કયાંથી મળે?
For Private And Personal Use Only