________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
અરે મુસાફર સુંદર તલાવડીને દેખીને તે તરફ ક્યાં દોડ્યો જાય છે! કાંઈક વિચાર અને વિવેક લાવીને પગલું ભર! કારણકે હારી પિપાસા-તૃષ્ણા છે તે શાંત થશે નહીં. તેમાં દેખીતું જે પાણી છે તે મલિન છે અને કાદવ ચીકણે ઘણે છે ફસાઈ પડીશ.
૪પલ, માણસાઈને વિકાસ કરવા તેમજ માનસિક શક્તિનો વિકાસ કરવા જે ખોરાક જોઇએ છીએ, તે મુખના માર્ગે મળતું નથી પણ મન દ્વારા મળે છે. જે એમ ન હોય તે પશુ પંખીઓ પણ અનાજથી જીવન ગુજારે છે. તેથી મનુષ્યને પશુ પંખીઓમાં તફાવત રહેશે નહી; જેથી માનસિક ખેરાકની પણ જરૂર રહેવાની જ, માટે તેને શોધી ઉપયોગમાં લે.
પશુ પંખીઓને માનસિક બરાક નહી મળતા હોવાથી તેઓ આત્મશુદ્ધિમાં આગળ વધવા શક્તિમાન થતા નથી. કદાચ કેઈ આપે છે તેઓ પણ આગળ વધે.
૪૬. પદયે પ્રાપ્ત થએલ સાધન સામગ્રીને સદુપચોગ થાય તે પાશવતામાંથી માનવતા મળે; માનવતામાંથી દિવ્યતાને આવિર્ભાવ થાય અને દિવ્યતામાંથી પ્રભુતાને પ્રાદુર્ભાવ અવશ્ય થાય માટે મળેલી સાધન સામગ્રીને ખાન-પાન-મેજ મજામાં દુરુપયેગ કરે નહી.
મનુષ્યને આત્મિક વિકાસમાં તેમજ આત્મજ્ઞાન અને બલમાં ખરેખરૂં સાધન જે કઈ હોય તે અન્તઃકરણની શુદ્ધિ છે. જે અન્તઃકરણની શુદ્ધિ હોય તે આત્મશુદ્ધિ જરૂર થવાની અન્તઃકરણની શુદ્ધિ સિવાય કરેલી ક્રિયાઓ યથાર્થ ફલ આપી શકે નહી. માટે પ્રથમ તેની શુદ્ધિ કરે.
For Private And Personal Use Only